સિદ્ધપુર પોલીસે ચોરેલી બાઈક સાથે ગુનેગારને ઝડપી પાડ્યો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

પોલીસ મહાનિરીક્ષક ભુજ તથા પોલીસ અધિક્ષક પાટણનાઓએ પાટણ જીલ્લામાં બનતી ચોરી ઓને નેસ્તનાબુદ કરવા આરોપીઓને પકડી હાથ ધરેલ ઝુંબેશ આધારે ના. પોલીસ અધિક્ષક સિધ્ધપુર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પી.આઈ. ચિરાગ ગોસાઈ અને ટીમે સિદ્ધપુર પો.સ્ટે. ઇપીકો 379 અન્વયે ગત ૧૩ મી ના રોજ રજીસ્ટર થયેલ ગુનો ડિટેકટ કરવા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ હકીકતના આધારે સદર ગુનામાં ચોરાયેલ બાઈક આરોપી ઠાકોર સાગર દલપુજી રહેનેદ્રા,તા.સિદ્ધપુર,જિ. પાટણ વાળો લઇ ગયેલ હોય અને હાલમાં દેથળી ગામ તરફથી સિદ્ધપુર ખાતે આવી રહેલ હોવાની હકીકત ના આધારે સિધ્ધપુર પોલીસના માણસો સાથે દેથળી રોડ માધુપુરા ચોકડી ખાતે વોચ ગોઠવી ચોરાયેલા હીરો સ્પ્લેન્ડર પ્લસ કંપનીનું બાઈક GJ.24 AN 5933,(કીમત આશરે 50 હજાર )જે દેથળી ગામ તરફ થી આવતા જેને રોકાવી જે બાઈક તથા બાઇક ચાલકને પકડી ગુના ને ડિટેકટ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here