સિદ્ધપુર કાકોશી ફાટક પાસે ભિક્ષુક મૃતક હાલતમાં મળી આવ્યો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિધ્ધપુરના કાકોશી ફાટક વિસ્તારમાંથી આધેડ વયના પુરુષની બિનવારસી લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સિદ્ધપુરના દેથળી ચારરસ્તા પાસે આવેલ મૌલિક હોસ્પિટલ વિસ્તાર માં રહેતા ઠાકોર રમેશજી વીરાજી ઉંમર વર્ષ ૪૧ જેમના પરિવારમાં આગળ પાછળ કોઈ ના હોવાના કારણે ભિક્ષુક તરીકે પોતાની જીવનનિર્વાહ કરતા હતા જેઓ આજ રોજ સવારે ૦૮:૩૦ વાગ્યા ના સુમારે શહેરના કાકોશી ફાટક કોઈ અજાણ્યો ઈસમ જાહેર રોડ ઉપર સૂતેલો દેખાતા આજુ બાજુના રહીશો તેમજ રાહદારીઓએ તેને ઢંઢોળ્યો હતો ત્યારે કોઈ પ્રતિક્રિયા ના મળતા સ્થાનિકોએ સિધ્ધપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.પોલીસે પંચનામું કરી મૃતકની લાશ ને પીએમ અર્થે મુકિત વાહિનિ મારફતે સીવીલ હોસ્પિટલ મા મોકલી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here