ડેરોલગામની શાળા દ્વારા સરકારી નિયમોની વિરુદ્ધ કોરોના મહામારીમાં પણ શિક્ષણ ચાલુ રાખતા વિવાદ, મામલો પોલીસમાં.

પોલીસે માત્ર નિવેદનો લઈ કડક સુચના આપી રવાના કર્યા

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા ઘણા સમયથી શિક્ષણ કાર્ય બંધ છે, સરકાર દ્વારા નવા સત્રનું શિક્ષણકાર્ય શરૂ કરવા બાબતે કોઈ સૂચના આપી નથી સરકારના શિક્ષણ મંત્રી કોર્ષ ઘટાડવાની વાતો કરી રહ્યા છે ત્યારે કાલોલ તાલુકાના ડેરોલગામની અનુદાનિત શાળા આર એન્ડ બી સાર્વજનિક હાઇસ્કુલ કે જે કાલોલ નગરથી માત્ર પાંચ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે અને પંચમહાલ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. પંચાલની વખતોવખત રહેમ નજર હેઠળ સવિશેષ લાભો મેળવતી રહી છે તેવી આ શાળામાં કોરોનાનો ડર રાખ્યા વગર ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહના ૨૦ થી ૩૦ જેટલા બાળકોને દરરોજ ચોક્કસ સમયે ગામના એક અગ્રણીને ઘરે ભેગા કરી શાળાના પ્રવાસી શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય કરાવાતું હોવા અંગેની જાણકારી પંચમહાલ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને તેજ ગામના કોઈક જાગૃત નાગરિક દ્વારા ટેલિફોનિક રજૂઆત કરતા કાલોલ પોલીસ એક્શનમાં આવી હતી અને આ ગામમાં સ્થળ તપાસ કરી શુક્રવારના રોજ શિક્ષણ કાર્ય ચાલી રહ્યાનો સજ્જડ પુરાવો એકત્ર કરી સંબંધિત શિક્ષક પંકજ પટેલને તથા શાળાના આચાર્ય અતુલભાઈને પોલીસ સ્ટેશનમા લાવવામાં આવેલા જ્યાં શાળાના ટ્રસ્ટી પણ હાજર થયા હતા ત્યારબાદ તેઓના નિવેદનો પણ લેવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે આચાર્યે પોતાના બચાવમાં બાળકોનો ટેસ્ટ હોવાથી તેનો સેટ આપવા શિક્ષક ગયા હતા અને ત્યાં ટોળું એકત્ર થયેલ એવું જણાવ્યું હતું કોઈ અજ્ઞાત કારણોસર કે કોઈ દબાણને કારણે આ શાળાના શિક્ષક અને આચાર્ય ઉપર જાહેરનામા ભંગનો કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી તેવુ હાલમાં જણાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડેરોલસ્ટેશનમાં વર્ષો જૂનું બોર્ડનું પરીક્ષા કેન્દ્ર હોવા છતાં પણ નિયમોની ઐસીતૈસી કરીને હાલના જિલ્લા શિક્ષણાધિકારી જ્યારે પરીક્ષા સચિવ હતા ત્યારે માત્ર એક કિલોમીટર દૂર ડેરોલ ગામમાં પણ બોર્ડનું પરીક્ષા કેન્દ્ર સંખ્યા નહિ હોવા છતાં ફાળવી આપેલ અને કાલોલ તાલુકાના આજુબાજુના ગામો શાળાના આચાર્યોને ડેરોલગામ પરીક્ષા આપવા માટેની ફરજો પડાઈ હતી અને આમ કરીને વર્ષો જૂના પરીક્ષા કેન્દ્રોને તોડી પાડવાનું કામ કરેલું. જિલ્લા શિક્ષણાધિકારીની રહેમ નજર હેઠળ ડેરોલગામ ખાતે પરીક્ષા કેન્દ્રમાં બેફામ કોપીકેસ થતાં હોવાનું ચર્ચાય છે આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના શાળાના આચાર્યોને બોર્ડની પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી આ પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા તથા આ જ શાળામાં એડમિશન લેવા માટે ના પ્રલોભનો આપવામાં આવી રહ્યા હોવાનું પણ ચર્ચાય છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે શિક્ષણ કાર્ય ચાલુ રાખતી આ શાળાને શુ બાળકોના જીવન નું કોઈ જ મૂલ્ય નથી અને કોના પીઠબળને કારણે આમ સરેઆમ નિયમોનું ઉલ્લંઘન થાય છે સતત કાર્યશીલ અને જાગૃત હોવાનો દાવો કરતા જીલ્લા શિક્ષણાધિકારી આ બાબતે કોઈ સંજ્ઞાન લેશે ખરા તેવો પ્રશ્ન અસ્થાને નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here