તા.૧૭ મી એ નર્મદા જિલ્લામાં તાલુકા અને રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ” અંતર્ગત યોજાનારા રાજ્યવ્યાપી કાર્યક્રમમાં ૮૦૦ જેટલા લાભાર્થીઓને અપાનારો લાભ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

તા.૧૭ મી સપ્ટેમ્બર,૨૦૨૧ ને શુક્રવારના રોજ સમગ્ર ગુજરાતમાં ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમના લાભોના વિતરણ માટે રાજ્ય સરકાર દ્વારા યોજાનારા રાજ્યવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ. શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા તા.૧૭ મીના રોજ નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકાઓમાં તેમજ રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિત કુલ-૬ જેટલા સ્થળોએ સવારે ૧૦:૩૦ કલાકે યોજાનારા કાર્યક્રમમાં જિલ્લાના કુલ-૮૦૦ જેટલા લાભાર્થી પરિવારોને ઉજ્જવલા યોજના હેઠળ લાભોનું વિતરણ કરાશે, જેમાં પ્રત્યેક સ્થળે ૩૦ જેટલા લાભાર્થીઓને પ્રતિકાત્મકરૂપે સ્ટવ, હોજ પાઇપ, ગેસ સિલીન્ડર, કટ આઉટ, રેગ્યુલેટર ઉપરાંત SV (સબસ્ક્રીપશન વાઉચર) તથા બાકીના લાભાર્થીઓને પણ SV (સબસ્ક્રીપશન વાઉચર) નું વિતરણ કરાશે.

તદ્દઅનુસાર, તા.૧૭ મીએ રાજપીપલા નગરપાલિકા શહેરી વિસ્તાર માટે સરદાર ટાઉન હોલ ખાતે, નાંદોદ તાલુકા માટે ધાબા-ગ્રાઉન્ડ-સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે, ગરૂડેશ્વર તાલુકા માટે ગરુડેશ્વર એપીએમસી ગ્રાઉન્ડ ખાતે, દેડીયાપાડા તાલુકા માટે દેડીયાપાડા કૃષિ ઇજનેરી કોલેજ ખાતે, સાગબારા તાલુકા માટે સાગબારા મામલતદાર કચેરી ખાતે તેમજ તિલકવાડા તાલુકા માટે તિલકવાડા-રાધાબા હોલ ખાતે “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦” ના કાર્યક્રમો યોજાશે, જે અંતર્ગત અનુક્રમે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ. પઠાણ, જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ. પાંડે, જિલ્લા ખેતિવાડી અધિકારીશ્રી ડૉ. નિલેશ ભટ્ટ, પ્રાંત અધિકારીશ્રી દિપક બારીયા અને શ્રી અશોક ડાંગી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ ચૌધરીને સંબંધિત જે તે વિસ્તારના કાર્યક્રમ માટે લાયઝન અધિકારી તરીકેની જવાબદારીઓ સુપ્રત કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here