સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ઈ.ઓડિટર ચૂંટાયા

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ની અંબાવાડી માં પ્રમૂખ ઉપ પ્રમુખ તેમજ ઇન્ટરનલ ઓડિટર ના પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ટોટલ ૧૪ ઉમેદવાર જેમાં પ્રમુખ માટે ૦૫ ,ઉપ પ્રમુખ માટે ૦૭,ઓડિટર માટે ૦૨ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણી માં સમસ્ત સમાજના ૨૦ ઘર દીઠ એક ખૂંટ પ્રતિનિધી મુજબ ૨૦૬ મતદારો નોંધાયેલ છે.જે પૈકી આ ચૂંટણી માં ૧૯૭ મતદારોએ મતાધિકાર ઉપયોગ કર્યો હતો.જ્યારે ૯ ખૂંટ પ્રતિનિધીઓ મતદાન માં હાજર રહ્યાં નહોતા.ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાથ ઘરાયેલી મતગણતરી અંતે સમાજ ના પ્રમુખ તરીકે હિતેશભાઈ હરિપ્રસાદ પંડ્યા(૧૩૧મત), ઉપપ્રમુખ ભરતભાઈ ડાયા લાલ દવે (પ્રોફેસર,૧૧૮ મત) ઉપ પ્રમુખ અરુણ ભાઈ પાધ્યા (૮૫ મત) ઈ.ઓડિટર તરીકે કમલેશ ભાઈ દવે (૯૬ મત) મેળવી વિજેતા જાહેર કરાયા હતા.પરિણામ જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારોના ટેકેદારોમાં ઉત્સાહ નો માહોલ છવાઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here