સિદ્ધપુરમાં ધારંબા માતાજીનો પ્રતિવાર્ષિક પાટોત્સવ યોજાયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિધ્ધપુર નગર મધ્ધે પટેલ લોક ના મહાડ પાસે બિરાજેલા રાજ રાજેશ્વરી શ્રી ધારંબા માતાજીનો પ્રતિ વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો.ઐતિહાસિક,ધાર્મિક નગરી સિદ્ધપુરમાં ઠેરઠેર દેવમંદિરો આવેલા છે. રાજેશ્વરી શ્રી ધારંબા માતાજી ના નિજમંદિરે યોજાતો પ્રતિવાર્ષિક પાટોત્સવ આસો સુદ બારસને રવિવારના દિવસે યોજાયો હતો.સમગ્ર મૌનસ ગોત્રી ઠાકર બ્રાહ્મણોની કુળદેવી એવા રાજ રાજેશ્વરી શ્રી ધારંબા માતાજી ના નિજમંદિરમાં વહેલી સવારથી માતાજીની ષોડષોપચાર પૂજા,અર્ચના, મહાઆરતી કર્યા બાદ પાઠાત્મક નવચંડી યાગ કરાયો હતો.નવચંડી યાગ ના આચાર્યપદે પરીક્ષિત ભાઈ પાધ્યા તેમજ સિદ્ધપુર ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચારથી પાઠાત્મક નવચંડી યાગ કરાયો હતો. આ નવચંડી યજ્ઞના મુખ્ય યજમાન તરીકે રવિકુમાર નૈનેશભાઈ ઠાકર સહ પરીવાર સાથે બિરાજ્યા હતા.નગર મધ્યે બિરાજેલી રાજ રાજેશ્વરી શ્રી ધારંબા માતાજી ઉપર નગરવાસી ઓની અતૂટ શ્રદ્ધા હોવાથી વહેલી સવારથી જ માતાજી ના મંદિરે ભક્તો કોરોના એસઓપી ના અમલ સાથે દર્શનાર્થે આવ્યા હતા.મંદિર કમિટી દ્વારા માતાજીનો ભોગ, પ્રસાદ ધરાવી આવેલા તમામ ભક્તોને મહાઆરતી બાદ પ્રસાદનું વિતરણ કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here