નસવાડી સ્ટેશન વિસ્તારથી જલારામ મંદિર સુધી બનેલા રોડનું સમાર કામ શરૂ કરવામાં આવ્યું…

નસવાડી,*છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નવા બનેલા રોડ નાળાની હાલત ટુંક સમયમા જ બગડી

ટુંક સમય પહેલાજ નસવાડી ના બે નાળા જે આશરે ૧૦૦ વર્ષ જુના હશે તેને તોડી નવા બનાવવામાં આવ્યા હતા પણ એ જુના નાળા જે સી બી થી પણ તૂટતા ના હતા અને આ જે નવા નાળા બનાવવા માં આવ્યા છે તેના ઉપરનું ડામર ઉખડી જતા રીપેરીંગ કરવામાં આવ્યું છે નાળા બન્યા પછી પહેલા વરસાદ માજ રોડ પર અને નાળા પાર મસમોટા ખાડા પડી ગયા હતા જેનું સમાર કામ આજથી કરવામાં આવ્યું છે જેમાં જે સી બી દ્વારા રોડને ખોદાવી પીચિંગ કરી કરવામાં આવે છે તો પહેલા કેવું કામ કર્યું હશે એમ લોકોમાં ચર્ચા થઈ રહી છે અને જે કામ કરી રહ્યા છે તે તસ્વીર મા નજરે પડે છે.
જયારે કોન્ટ્રાક્ટર ના આસિસ્ટન્ટ સાથે વાત કરતા તેમને જણાવ્યું કે જે આગળ નો ૩૦૦ કે ૪૦૦ મીટર નું કામ બાકી છે તે કરી રહ્યા છે તો આ વાત કેટલા અંશે સાચી છે તે જાણવાનું રહ્યું ખરેખર પહેલા જે નાળા હતા એની મજબૂતાઈ આ નવા નાળા કરતા સો ટકા સારી હતી અને નવા નાળા જે તોડીને બનાવ્યા છે તેના કરતાં જુના સારા હતા એવું લોકો દ્વારા જાણવા મળેલ છે તો આ જે રીનોવેશન કહેવામાં આવે કે બાકી કામ કરતા હોય પણ એ સારૂ થાય એવી ગ્રામજનો ની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here