સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ કરાયા ! ઉપરવાસમાંથી પાણીની આવકમા ઘટાડો…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા ડેમમાં એવરેજ 42177 હજાર ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૪૬,૬૦૦ ક્યુસેક જેટલો પાણીનો વીજ ઉત્પાદન માટે આઉટફલો

સાંજે 6-00 કલાકે નર્મદા ડેમની જળસપાટી 135.45 મીટરે નોંધાઇ

નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની આવકમા ભારે ઘટાડો નોધાઇ રહ્યો છે જેથી ડેમ સત્તા વાળાઓને નર્મદા ડેમના તમામ દરવાજા બંધ કરવાની ફરજ પડી હતી.

ગતરોજ. ૫ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને શનિવારના રોજ સવારે ૮=૦૦ કલાકે ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી એવરેજ ૭૦ હજાર ક્યુસેક પાણીનો ફલો સરદાર સરોવર નર્મદા ડેમમાં છોડાઇ રહ્યો છે, આજે સાંજે 6=૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી135.45 મીટરે નોંધાવા પામી હતી. હાલમાં ડેમના ૩૦ દરવાજા બંધ છે. આ ઉપરાંત રિવરબેડ પાવર હાઉસના ૬ યુનિટ ૨૦૦ મેગાવોટની કેપેસીટી સાથે ૧૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી રહ્યા છે. વિજળી ઉત્પન્ન કર્યા પછી ૪૨ હજાર ક્યુસેક જેટલુ પાણી ભરૂચ તરફ વહી રહ્યુ છે. આ સાથે કેનાલહેડ પાવર હાઉસનું ૧ યુનિટ ૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી રહ્યુ છે અને ૪૬૦૦ ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ મુખ્ય કેનાલ તરફ વહી રહ્યો છે, તેવી જાણકારી નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી અશોક ગજજર તરફથી પ્રાપ્ત થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here