સિદ્ધપુરમાં માતૃવંદનાના નામે એકબાજુ લાખોના ખર્ચે સરકારી મોજ તો બીજી બાજુ એ જ પવિત્ર સ્થાનોમાં જામેલા ગંદકીના સામ્રાજ્યને દૂર કરવામાં તંત્ર દ્વારા કરાતી અવહેલના !

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ધાર્મિક નગરી સિદ્ધપુરમાં કારતક માસમાં સ્નાન અને દાનનું તેમજ આ ઉપરાંત કારતક,ચૈત્ર અને ભાદરવા જેવા પિતૃ માસમાં પિતૃ ઓના પિંડદાન,તર્પણ તેમજ માતૃ-પિતૃશ્રાદ્ધવિધિ કરવાનું હિન્દૂ શાસ્ત્રોમાં અનેરું ધાર્મિક મહત્વ દર્શાવવામાં આવ્યું છે.પરંતુ પ્રવર્તમાન સમયે વિશ્વ પ્રસિદ્ધ માતૃગયા તીર્થ ધામ એવા પવિત્ર બિંદુ સરોવર અને અલ્પા સરોવરમાં ભરાયેલુ પાણી અસહ્ય દુર્ગંધ મારી રહ્યું છે તેમજ માધુપાવડિયા ઘાટ અને પવિત્ર સલિલા સરસ્વતિ નદીના પટમાં ઠેર-ઠેર થયેલી ગંદકી જોઈ યાત્રાળુ ઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે.સફાઈ ના નામે લાખો રૂપિયા વપરાતા હોવા છતાંય ગંદકીથી ખદબદતા બિંદુ સરોવર પરિસર,પવિત્ર સલિલા સરસ્વતિ નદી અને તેના નજીક બનાવાયેલા માધુ પાવડીયા ઘાટની આવી અવદશા જોઈ યાત્રાળુઓ નિસાસા નાખી રહ્યા છે. આમ છતાંય વહીવટીતંત્ર ના પેટનું પાણી હલતું નથી.! આ પવિત્ર સ્થળે શ્રધ્ધાળુઓ પુરા ભારતવર્ષ માંથી પોતાની માતાના ઋણમાંથી મુક્ત થવા શ્રાદ્ધ કર્મ તેમજ પિંડદાન કરવા માટે આવે છે ત્યારે અહીના પવિત્ર સ્થળોની દૈનિક ધોરણે સાફ-સફાઈ કરવામાં આવે તેની તાતી જરૂરિયાત છે.એક તરફ સરકાર દરવર્ષે માતૃવંદના કાર્યક્રમના નામે લાખો રૂપિયાના ધુમાડા ઉડાડી નરવા તાયફાઓ કરી પોતાની વાહવાહી કરે છે… ત્યારે બીજીતરફ માતૃવંદના માટેના જગવિખ્યાત આવા પવિત્ર સ્થળોમાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે ત્યારે ગંદકીના સામ્રાજ્યને દૂર કરી તેની સફાઈ કરાવવામાં આવે તો જ ખરા અર્થમાં માતૃવંદના શબ્દને ચરિતાર્થ કરી શકાય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભગવાન કપિલ મહામુનિની જન્મ જયંતિ નિમિત્તે માતૃવંદના ના નામે નેતાઓ અને કલાકારોને ભેગા કરી પ્રજા ના પરસેવાના લાખો રૂપિયા નો ધુમાડો કરી મોજ ઉડાડાય છે ત્યારે પવિત્ર બિંદુ સરોવર અને અલ્પા સરોવરમાં ભરેલ જળ જે અત્યારે દુર્ગંધ મારી રહ્યું છે તેને સાફ કરવામાં આવે તેમજ સરસ્વતી નદીના પટ માં વહીવટી તંત્ર તાત્કાલિક સાફસફાઈ કરાવાય તે અત્યંત જરુરી છે.માતૃ વંદનાના નામે સરકારી બાબુઓ ,રાજકીય નેતાઓ તેમજ લાગતા વળગતા મળતીયાઓના મનોરંજન માટે લાખો રૂપિયાનો ધુમાડો કરી સરકારી કાર્યક્રમમાં કોરોના ગાઈડ લાઈન ના સરેઆમ લીરા ઉડાડવામાં આવ્યા તેના સ્થાને આવા પવિત્ર સ્થાનો ની નિત્ય સાફસફાઈ કરાવી તેની ગરિમા અને પવિત્રતા ને જાળવવામાં આવે તો જ સાચા અર્થમાં માતૃગયા તીર્થની માતૃવંદના કરી કહેવાશે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here