સિદ્ધપુરના સમોડા-સંડેશરી માર્ગ પરથી ૧.૧૪ લાખના દારૂ-બિયર ની ૪૦૮ બોટલો સાથે સ્વીફ્ટ કાર ઝડપાઈ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

પાટણ એલસીબી પોલીસ નો સફાટો…જોકે દારૂ ક્યાંથી-ક્યાં લઈ જવાતો હતો તે રહસ્ય અકબંધ…!!

ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ જિલ્લામાં પ્રોહીબિશન ની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા બાબતે આપેલ સૂચના અન્વયે પાટણ એલસીબી ઈ.પીઆઈ એ.બી.ભટ્ટ અને પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે સિદ્ધપુર ના સમોડા-સંડેશરી રોડ પરથી બાતમી ના આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના ટીન મળી ૪૦૮ બોટલો કી.૧.૧૪ લાખ,એક મોબાઈલ કિં.૧૨,૦૦૦ તેમજ ગુના ના કામ માં ઉપયોગ માં લેવાયેલી સફેદ કલરની.સ્વીફ્ટ કાર નં. GJ.02.BP.8035 આશરે કિં.બે લાખ રૂપિયા એમ કુલ મળી ૩.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કરી આ કામ ના આરોપી ગણપત સિંહ ગુમાનસિંહ ડાભી, રહે.ગોઢ ધાણધા,તા. પાલનપુર,જી.બનાસકાંઠા ને ઝડપી પાડી સિદ્ધપુર પોલીસ મથકે પ્રોહી.એકટ મુજબ ગુનો નોંધી આગળ ની તપાસ આદરી છે.જો કે પકડાયેલ આરોપી આ દારૂ ક્યાંથી લઈને આવતો હતો તેમજ કોને ડિલિવરી કરવા જઈ રહ્યો હતો તે જાણવા મળ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here