કાલોલ અલિન્દ્રા ચોંકડી પાસે લાખો રૂપિયા ની બે બ્લેક ગાડીમાંથી રૂા.૩,૫૨,૪૨૦/- નો વિદેશી દારૂ ઝડપી પાડતી સ્ટેટ મોનીટરીંગ સેલ

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ની ટીમ દુમાડ ચોકડી પાસે મળેલ બાતમીના આધારે વડોદરા શહેર ખાતે રહેતો પરેશ ઉફૅે ચકો તેનાં ભાગીદાર નયન ઉફૅે બોબડો રહે.‌ભરૂચ નાઓ દાહોદ લીમડી ખાતે રહેતા કમલેશ મુનિરાજ તથા રમણ ડાંગી નાઓ મારફતે કાળા કલરની સેવરોલેટ ફુઝ ગાડી અને મેટાલીક કલરની મારૂતિ સુઝુકી અટીૅગા ગાડી ઓમા ભારતીય વિદેશી બનાવટનો દારૂનો જથ્થો અલ્કેશ બાકરીયા ના મધ્યપ્રદેશ નાં વઠ્ઠા ઠેકા પરથી દારૂ ભરીને કાલોલ મલાવ ચોકડી વાયા અલિન્દ્રા થઇને હાલોલ તરફ જતાં હોવાની બાતમી મળતાં ટીમ બનાવી બાતમી આધારે કાલોલ અલિન્દ્રા ચોકડી ખાતે આવી ખાનગી વાહન ઊભા રાખી ગાડીઓમાં તપાસ કરતા બાતમી આધારીત કાળા કલરની ગાડી અને મેટાલીક કલરની મારૂતી સુઝુકી અટીૅગા ગાડીઓ આવતાં તપાસ કરતાં બન્ને ગાડીમાં કાળા કપડાં નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો ભરીને ખોખા સાથે પાસ પરમીટ વગરનો નહીં હોવાનું જણાવતાં બંન્ને ગાડીનાં ડ્રાયવરને ઝડપી પાડી તપાસ કરતાં અંગ ઝડતીમાંથી રૂા.૨,૩૭૦/- મોબાઈલ નંગ ત્રણ રૂા.૧૦,૫૦૦/- મોટી બોટલ બીયર સહિત ની ૨૩૪૯ બોટલ જેની કિંમત રૂા.૩,૫૨,૪૨૦/- તેમજ હેરાફેરી ના ઉપયોગ માં લેવાતી બન્ને ગાડીની કિંમત રૂા.૧૧,૦૦,૦૦૦/- મળી કુલ ૧૪,૬૫,૨૯૦ નો મુદ્દામાલ જપ્ત કર્યા હતો. જ્યારે ગુજરાત નશાબંધી અધિનિયમન ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) ૨૦૧૬ ની કલમ ૬૫ (એ )(ઈ )૮૧,૯૮, (૨),૧૧૬(બી ) મુજબ ૮ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here