સિદ્ધપુરમાં દશામાના વ્રતને લઈ બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો

સિદ્ધપુર,(પાટણ) આશિષ પાધ્યા :-

ધાર્મિક નગરી સિદ્ધપુરમાં દશામાનુ વ્રત અષાઢી અમાસથી આગામી દસ દિવસ માઈભક્તો દ્વારા ઉજવાય છે.આ દસ દિવસ દશામાની શુદ્ધ માટીની બનાવાયેલી ઇકોફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરી વ્રત કરનાર અને ભક્તો દ્વારા ભાવપૂર્ણ પૂજા-અર્ચન કરતા હોય છે ને બાદમાં દસમા દિવસે પ્રાત:સમયે માતાના વરામણા કરવામાં આવે છે.સિદ્ધપુરમાં દશા માતાની નાના-મોટા કદની મનમોહક મૂર્તિઓનું વિવિધ સ્થળે મોટાપાયે વેચાણ થઇ રહ્યું છે.જોકે વહીવટી તંત્ર દ્વારા માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ કરવા વારંવાર અનુરોધ કરવામાં આવતો હોવા છતાંય કેટલાય સ્થળે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વેચાઈ રહી છે.જે વાતાવરણ સહિત પાણીને પ્રદુષિત કરતી હોય છે એવું પર્યાવરણપ્રેમીઓનું માનવું છે.દશામાંના વ્રતને હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે સિદ્ધપુરના બજારો માં મૂર્તિ,પૂજાપો,ફ્રુટ-પ્રસાદ, ધૂપ-દિવા-અગરબત્તી, લાઈટીંગ-શુશોભન સહિત માતાના શણગારના આભૂષણો લેવા માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here