શામળાજી પોલીસે નંબર વગરની ટોયોટા એટીઓસ ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ સહિત એક ઇસમને ઝડપી પાડ્યો…

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસસુત્રો થકી મળતી માહિતી મુજબ આજરોજ પો.સ.ઇ શ્રી વી.વી.પટેલ તથા અણસોલ ચેક પોસ્ટ ઉપરના ફરજ બજાવતા કર્મચારીઓ સાથે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન આ હે.કો મગનભાઇ જવાભાઇ નાઓને બાતમીદારથી હકીકત મળેલ કે , એક ટોયોટો કંપનીની નંબર વગરની એંટીઓસ ગાડીનો ચાલક તેની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રતનપુર ચેકપોસ્ટ નજીક આવેલ રોયલ સેલ્યુટ હોટલ પાછળથી જતા રોઢે થઇ કડવઠ તરફના રસ્તાએ થઇ પસાર થનાર છે . જે માહિતી આધારે રતનપુર તરફથી કડવઠ તરફ આવતા રોડ ઉપર વાહન ચેકીંગમાં નાકાબંધીમાં રહેલ તે દરમ્યાન બાતમી હકીકતવાળી નંબર વગરની ટોયોટા એટીઓસ ગાડી આવતા ગાડીને સરકારી ગાડીને આડાસ કરાવી ઉભી રાખતા તેનો ચાલક ગાડી થોડેક આગળ ઉભી રાખતા ગાડીમાંથી . બીજો ઇસમ ઉતરી ભાગી ગયેલ અને ચાલકને કોર્ડન કરી પકડી લીધેલ અને ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂની પેટી નંગ -૪ તથા છુટી બોટલ નંગ -૭૮ કુલ બોટલ / ક્વાટરાબીયર ટીન નંગ -૧૭૪ જેની કિ.રૂા .૬૫,૫૫૦ / તથા મોબાઇલ ફોન -૧ ની કિ.રૂ .૫૦૦ / -તથા નંબર વગરની ટોયોટા એટીઓસ ગાડીની કિ.રૂ ૨,૦૦,૦૦૦ / – ની ગણી કુલ મળી કિં.રૂ .૨,૬૬,૦૫૦ / – નો મુદ્દામાલ લઇ આવી ચાલક પકડાઇ ગયેલ હોય અને સાથેનો ઇસમ ભાગી ગયેલ હોય જેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી ( ૧ ) નારાયણ સઓ , હગરામજી પંડવાલા ઉં.વ .૪૮ ધંધો એલ.આઇ.સી. રહે.પાલપાદર તા.વિંછીવાડા જી.ડુંગરપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here