છોટાઉદેપુર : પાવી જેતપુર તાલુકાના કદવાલ પંથકમાં લંપી વાયરસના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા હોય કદવાલના 42 ગામના પશુ પાલકોમાં ભારે ચિંતા…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લામાં લંપી સ્કિન ડીસીઝ ના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો હોય જિલ્લાના પશુપાલકોમાં ચિંતા ના વાદળો છવાયા છે

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલ કદવાલ વિસ્તારના 42 જેટલા ગામોમાં અંદાજે 50 થી 60 ના કેશો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે તેઓ એમ પણ જણાવી રહ્યા છે કે પશુપાલન વિભાગ તરફથી સારવાર માટે વલખા મારવાનો પ્રજાજનોને વારો આવી રહ્યો છે. આ સાથે કદવાલ ગામમાં આવેલ પશુ ચિકિત્સાલઈ ઉપર ડોક્ટરો ની સતત ગેરહાજરીને લઈ વિસ્તારની પ્રજાને પશુ ની ચિકિત્સા માટે વલખા મારવાના વારા આવી રહ્યા છે. ત્યારે કદવાલ વિસ્તારના જાગૃત નાગરિકો પશુપાલન વિભાગ તરફથી સત્વરે લંપી સ્કીન ડીસીઝ ના કેસોના સંક્રમણને વધતા અટકાવવા માટે તેના પરિણામ લક્ષી પગલા ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કદવાલ વિસ્તારમાં સ્કિન ડીસીઝ ના કારણે અનેક પશુઓના મોત થયા હોવાની વિગતો પણ સપાટી ઉપર આવી છે. ત્યારે જિલ્લા પશુપાલન વિભાગ તરફથી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લંપીસ ના સંક્રમણને અટકાવવા માટે યુદ્ધ ના ધોરણે કામગીરી કરવામાં આવે તે આવશ્યક બનવા પામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here