અરવલ્લી : તત્વ ઈજનેરી કોલેજ, મોડાસા ખાતે નવરાત્રિ-2022 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

મોડાસા અને અરવલ્લી જિલ્લાની નામાંકીત તત્વ ઈજનેરી કોલેજ ખાતે તારીખ ૨૯/૦૯/૨૦૨૨ ને ગુરુવારના રોજ હાલમાં ચાલતા નવરાત્રિના પાવન પર્વને ધ્યાને લઈ કોલેજ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંસ્થાની તમામ વિદ્યાશાખાના ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ તથા સ્ટાફગણે ઉત્સાહભેર ભાગ લઈ ગરબાના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમને અંતે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. જયદત્તસિંહજી પુવાર સાહેબ તથા આચાર્ય પ્રો. અમિતભાઈ પટેલ સાહેબે સૌ વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં ભાગ લઈ સફળ બનાવવા બદલ પ્રોત્સાહન પ્રમાણપત્ર આપી બિરદાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here