વાયરલ ઓડીઓ ક્લિપને લઈ AIMIM ના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો…

માંગરોળ,(જૂનાગઢ) આરીફ દીવાન :-

બે દિવસ અગાઉ વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં જ્યોતિબેન રાઠોડ નામની અમદાવાદ રહેતા એક કોળી સમાજની મહિલા દ્વારા બે પરિવારના સામાન્ય વિવાદમા મુસ્લીમ સમાજને બદનામ કરતા અને અણછાજયા વર્તન સાથે ના બોલવાના શબ્દો બોલવા અંગે AIMIM પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન મુજબ તથા જુનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલ તેમજ જિલ્લા મહામંત્રી એડવોકેટ યુસુફભાઈ કરુડ ની સૂચના મુજબ આજરોજ અસુદુદ્દીન ઓવેશીની માંગરોળ AIMIM પાર્ટી દ્વારા આઈ.પી.સી. 153,153 (ક) 253(ખ) 298,500,506 વગેરે મુજબનો ગુન્હો દાખલ કરીને  F.I.R.નોંધવા માટે માંગરોળ ડી.વાય.એસ.પી. કચેરીએ રૂબરૂ મળી આ મહિલા સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવા તથા ફરિયાદમા જણાવેલ અલગ અલગ કલમો ઉમેરી એફ.આર.આઈ. દાખલ કરીને આગળની કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરવામા આવી હતી  તેમજ* *ડી.વાય.એસ.પી.પુરોહિત સાહેબને રુબરુ પણ રજૂઆત કરવામાં આવી હતી. માંગરોળ AIMIM પાર્ટી દ્વારા આ મહિલાની તાત્કાલિક ધરપકડ કરીને આવા વાહિયાત અને કોમવાદ ભડકે તેવા ઓડીયો મેસેજ વાયરલ કરવા બાબતે સઘન પૂછપરછ* *કરવાની માંગણી કરવામાં આવી છે. માંગરોળ શહેર હમેશા ભાઈચારામા માનતુ શહેર હોય અને એમા કોમવાદી પલીતો ચાંપવાની આ મહિલા દ્વારા જે ઓડીયો કલીપમા વાતો કરી છે તે ઓડીયો કલીપની એક પેનડ્રાઈવ પણ AIMIM પાર્ટી દ્વારા D.Y S.P. સાહેબને આપવામા આવેલ છે અને તઓશ્રી એ પણ આ ફરિયાદ બાબતે તાત્કાલિક ઘટતું કરી આગળની કાર્યવાહી કરવાની ખાત્રી આપેલ છે..

આ ફરિયાદ રજુ કરવા જનાર માંગરોળ AIMIM પાર્ટીના તાલુકા પ્રમુખ ઈશાકભાઈ ખેબર તેમજ માંગરોળ શહેર અને તાલુકાની AINIM ની ટીમ હાજર રહી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here