જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમા આખલાઓ પકડવામા નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરતાં AIMIM ના જુનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલે જુનાગઢ કલેક્ટર તથા ગાંધીનગર આ બાબતે કરી ફરીયાદ

માંગરોળ,(જૂનાગઢ) આરીફ દિવાન :-

સમસ્યાનો યોગ્ય રીતે કાયમી નિવેડો ના આવે તો આંદોલનની ચીમકી અપાઈ

પ્રાપ્ત વિગતો મુજબ જુનાગઢ જિલ્લા ના માંગરોળ શહેર માં જાહેરમા રખડતા રેઢીયાર આખલાઓથી શહેરીજનો ત્રસ્ત છે તેવી ફરીયાદ લોકો,પત્રકારો અને વેપારી આલમ દ્વારા વારંવાર ઉઠતી હોવા છતાં નગરપાલિકા તંત્ર ધ્યાન ન દેતું નથી અને દિનપ્રતિદિન આખલાઓની લડાઈનો ભોગ લોકો અને નાના મોટા વેપારીઓ તેમજ રહીશોના ઘરોમા પણ આ આખલાઓ ઝગડતા ઝગડતા ઘૂસી ને જાની તેમજ માલી નુકશાન કરતા હોવાથી AIMIM પાર્ટીના જુનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાન પટેલે માંગરોળ મામલતદાર,જુનાગઢ કલેક્ટર, પ્રાદેશિક નિયામક, નગર પાલિકા કમિશ્નર ગાંધીનગર તેમજ રાજ્યના શહેરી વિકાસ મંત્રી ને આ સમસ્યાનુ તાત્કાલિક નિવારણ લાવી માંગરોળ ના શહેરીજનો ને આખલાઓના યુદ્ધ થી બચાવવા આ આખલાઓને પકડીને કાયમી ઉકેલ લાવવા લેખિત ફરિયાદ કરેલ છે.
વારંવાર પ્રજા વતિ આ ફરિયાદ ઉઠતી હોવા છતાં અને શહેરીજનોના જીવનો ભોગ લેવાયો હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ના હોવાથી જો વહેલી તકે ખાખલાઓને પકડીને કાયમી ઉકેલ લાવવવામા નહીં આવે તો આખલાઓ ના ત્રાસથી ભયભીત લોકો ને બચાવવા શહેરીજનોને સાથે રાખીને ના છૂટકે આંદોલન કરવાની ચીમકી પણ લેખિત ફરિયાદમા આપવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here