માંગરોલ નગરપાલિકાના પાપે જેતખંભ વિસ્તારની મસ્જિદમા અને આજુ બાજુના લોકોને પાણી મળતું ન હોવાની બૂમ…

માંગરોળ,(જૂનાગઢ) આરીફ દિવાન (મોરબી) :-

એ.આઈ. એમ.આઈ.એમ.પાર્ટીના જુનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલે લેખિત ફરિયાદ કરી

જાણવા મળેલ વિગતો અનુસાર માંગરોલ વિસ્તારના જેતખંભ રોડ ઉપર આવેલી એક મસ્જિદમા બે નળ કનેક્શન માગતા અને આજુબાજુ રહેતા લોકોએ પણ કનેક્શન માગતા કાયદેસર રીતે કનેક્શનો આપવામા આવેલ પરંતુ દુઃખદ બાબત એ છે કે પાણીની પાઈપ લાઈન પણ નાખેલી છે અને કનેક્શનો પણ આપવામા આવ્યાં પરંતુ આ નળ કનેક્શનોમા, કનેક્શનો આપ્યા પછી એક ટીપું પણ પાણી આવતું નથી. અનેક વાર મસ્જિદના સંચાલકો દ્વારા અને આજુ બાજુના લોકો દ્વારા નગરપાલિકા મા રજૂઆતો કરવા છતાં પણ જાડી ચામડી ધરાવતું અને ભાજપ કોંગ્રેસ સાથે મળીને સાશન ચલાવતું પાલિકા તંત્ર કોઈને જવાબ આપતુ નથી.
સત્ય હકીકત તો એ છે કે જે તે સમયે ચૂંટણીઓ હતી અને લોકોએ પાણીની લાઈન અને કનેક્શનની રજૂઆત કરતાં મતો લેવા માટે તાત્કાલિક લાઈન નાખીને કનેક્શનો આપી દીધાં જેવી ચૂંટણીઓ પતી અને ગરજ પૂરી થઈ ગઈ અને લોકોના મતો પણ લઈ લીધા પણ પાણી ના આવ્યું એટલે લોકોને પોતાની સાથે થયેલ છેતરપિંડીનો એહસાસ થતાં તેઓએ જેતખંભ વિસ્તારમા AIMIM ની ગ્રુપ મીટીંગ થતાં આ મીટીંગ મા પાણીની સમસ્યાની અને રાજકીય નેતાઓએ કરેલી છેતરપીંડી થયાની રજૂઆત જુનાગઢ જિલ્લા ના AIMIM ના પ્રમુખ સુલેમાન પટેલ અને મહામંત્રી એડવોકેટ યુસુફભાઈ કરુડને કરતાં પાર્ટી દ્વારા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરને આ સમસ્યા તાત્કાલિક દૂર કરવા અરજી આપવામા આવેલ છે.
જેમ મંદિરને ઈશ્વરો નો વાસ માનવામા આવે છે તેમ મસ્જિદ ને અલ્લાહનુ ઘર માનવામા આવે છે,પરંતુ અલ્લાહના ઘરમા પણ નળ કનેક્શન આપી અને પાણીની સપ્લાય ના આપતા જેતખંભ વિસ્તારના લોકો રોષે ભરાયા છે અને આ સમસ્યા દૂર ના થાય તો જુઠા વચનો આપીને ગાયબ થઈ જાતાં આવતી ચૂંટણીઓમા આ રાજકારણીઓને પરચો બતાવવાનુ નક્કી કર્યુ છે.
તેમજ જો તાત્કાલિક ધોરણે લોકોના અને મસ્જિદના નળ કનેક્શનો મા પાણી સપ્લાય શરુ કરવામા નહી આવે તો AIMIM પાર્ટી પણ લોકોની સમસ્યાના હલ માટે આગળની કાર્યવાહી કરશે તેવું AIMIM પાર્ટીના જુનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલ તથા મહામંત્રી એડવોકેટ યુસુફભાઈ કરુડ દ્વારા એક અખબારી યાદીમા જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here