નસવાડીમાં વિજયાદશમીના પર્વ નિમિતે રાજપૂત સમાજે કર્યું શસ્ત્ર પૂજન…

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડીમાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું જે જીન અને હાઈસ્કૂલ માં એમ બે જગ્યાએ શસ્ત્ર પૂજન વિજયા દશમી ના દિવસે તા,૧૫/૧૦/૨૦૨૧ ને શુક્રવાર ના રોજ કરવામાં આવ્યું
અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા મંત્રોચ્ચાર કરી શસ્ત્રો નું પૂજન કરવામાં આવ્યુ જેમાં નસવાડી રાજપૂત સમાજના તમામ અગ્ર ગણીઓ સાથે આખો સમાજ ભેગો મળી શસ્ત્રો ની પૂજા કરવામાં આવી હતી,અને વિજયા દશમી પર્વ એટલે દેવી શક્તિની પૂજા અર્ચના નો વિશેષ દિવસ મનાવવા માં આવે છે અને હિંદુ ધર્મ સાથે જોડાયેલી અનેક પરંપરાઓ અને ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે માતાજીના હવન પૂજન સાથે રાજા રજવાડાઓ ના સમય થી ચાલી આવતી શસ્ત્ર પૂજાની પરંપરા પ્રમાણે આજે છોટા ઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા મથકે દશેરા પર્વ ઉજવવામાં આવ્યો હતો અને રાજપૂત સમાજ દ્વારા પૂજા હવન અને મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી દશેરા ખાસ કરીને દેવી શક્તિ નું પ્રતીક માનવામાં આવે છે આ દિવસે શસ્ત્રો ની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે શસ્ત્રો એ શક્તિનુ પ્રતીક છે શસ્ત્ર પૂજન એ દશેરા માં એક આગવું મહત્વ રહેલું છે અને સાથો સાથ પ્રાચીન કાળમાં અને અર્વાચીન કાળ માં પણ અશ્વોનું સત્તા સાથે શક્તિ સાથે ખૂબ નજીકનો નાતો રહેલો છે અશ્વોને પણ શક્તિનો એક પ્રતીક માનવા માં આવે છે,આ રીતે નસવાડી તાલુકા મથકે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here