માંગરોળમાં ફરીવાર માનવતા ના ભાગ રુપે બાળરોગ નિષ્ણાત ડોક્ટર ઈમરાન પટેલ અને અન્ય આઠ ડોક્ટરો એ ફ્રી સેવા આપી

લોક સેવક સુલેમાન પટેલ દ્વારા આયોજીત આ બાળરોગ તેમજ અન્ય રોગો માટે ફ્રી મેગા નિદાન કેમ્પ યોજાયો

માંગરોળ, (જૂનાગઢ) આરીફ દીવાન (મોરબી) :-

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમા શિફા હોસ્પિટલ ખાતે છેલ્લા બે મહિના મા ફરી વાર બાળકો તેમજ મોટી ઉંમરના દર્દીઓ માટે આજે ફ્રી મેગા નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતું.અમદાવાદ ની પ્રખ્યાત એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલ ના ખ્યાતનામ એમ.ડી. પીડીયાટ્રીક ડો.ઈમરાન પટેલે પાંચસો થી વધુ બાળ દર્દીઓનું નિદાન કર્યું હતું. ગોકુલ હોસ્પિટલ રાજકોટ થી પધારેલા આઠ અલગ અલગ રોગોના તબીબોએ પણ કેમ્પમાં મોટા ઉંમર ના બસ્સો થી વધુ દર્દીઓનુ નિદાન કરી નિશૂલ્ક દવાઓ આપી હતી. કુલ સાતસો થી વધુ દર્દીઓને નું ફ્રી નિદાન કરી અને દવાઓ પણ ફ્રી મા આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ પણ એક હજાર થી વધુ બાળ દર્દીઓનુ નિદાન કરી અને દવાઓ પણ ફ્રી આપી ડોક્ટરો ઈમરાન પટેલે પોતાના માદરે વતન માંગરોળ મા માનવતા મેહકાવી હતી.
આ મેગા કેમ્પ માં કુલ નવ ડોક્ટરો એ સેવાઓ આપી જેમા એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલ અમદાવાદ ના એમ.ડી.પીડીયાટ્રીક ડો. ઈમરાન પટેલ તથા અમદાવાદ થી પધારેલ બાળકોના સર્જન ડો.તાહા દાગીનાવાલા,રાજકોટ ની નામાંકિત ગોકુલ હોસ્પિટલના ન્યુરો સર્જન ડો.ત્રીશાંત ચોટાઈ, ફીઝીશીયન ડો.હિરેન વાઢિયા, હૃદય રોગ નિષ્ણાત ડો.તુશાલ ભટ્ટી,કીડનીના ડો.નરેશ સાસરીયા,ઓર્થોપેડીક સર્જન ડો.ઉર્મીલ પટેલ,બાળ મગજ રોગના ડો,સાગર લાલાણી, કાન,નાક ગળાના ડો.શાદ લાલાણી હાજર રહ્યા હતા. સુલેમાન પટેલે સેવા અર્થે કરેલા આ મેગા કેમ્પ ના આયોજન મા તેઓએ તમામ ડોક્ટરો ને ફુલોના બુકે અને શાલ ઓઢાડી સ્વાગત કરેલ હતું તેમજ શિફા હોસ્પિટલ ના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ નો આભાર વ્યકત કરેલ હતો. માંગરોળ શહેરના સોશિયલ વર્કર ઈબ્રાહીમ ચાંદા પટેલે ડોક્ટર ઈમરાન પટેલનુ શાલ નાખી સ્વાગત કર્યુ હતું.
કેમ્પને સફળ બનાવવા શહેરના સેવાભાવી યુવાનોએ સારી એવી જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here