જુનાગઢ જિલ્લાના AIMIM પાર્ટીના પ્રમુખ સુલેમાન પટેલની લેખિત માંગણીને ગુજરાત સરકારે ધ્યાને લઈ માંગરોળ શેરીયાજ બારાને અલગ ગ્રામ પંચાયત ફાળવી…

માંગરોળ,(જૂનાગઢ) આરીફ દિવાન (મોરબી) :-

શેરીયાજ બારાના લોકોની વર્ષો જુની અલગ ગ્રામ પંચાયતની માંગ પૂરી થતાં “બારા” વિસ્તારના લોકોમા આનંદ છવાયો

પ્રાપ્ત વિગત મુજબ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ “બારા” દરિયા કાંઠાના વિસ્તાર મા આશરે પાંચ હજાર લોકો વસવાટ કરે છે અને આશરે બે હજાર જેટલા મતદારો છે. પરંતુ સ્થાનિક લોકોની પોતાની અલગ ગ્રામ પંચાયત ની વર્ષો જુની માંગણી હોવા છતાં આ પ્રશ્ન અણ ઉકેલ હતો. શેરીયાજ બારાના લોકોએ આ બાબત ની રજૂઆત જુનાગઢ જિલ્લાના પ્રમુખ સુલેમાનભાઈ પટેલ તથા જિલ્લા મહામંત્રી એડવોકેટ યુસુફભાઈ કરુડ ને કરતાં તેમણે ગુજરાત સરકાર પાસે શેરીયાજ “બારા” વિસ્તાર ને અલગ ગ્રામ પંચાયત ફાળવવા માટે લેખિત રજૂઆત કરેલ જેના સંદર્ભે ગુજરાત સરકારે આ માંગણીનો સ્વીકાર કરીને તા.24-11-21ના રોજ હુકમ કરી શેરીયાજ “બારા”ને અલગ ગ્રામ પંચાયત ફાળવાનો હુકમ કરેલ છે. આ સમાચાર શેરીયાજ “બારા” મા વસતા લોકોને થતાં તેઓમા આનંદ છવાઈ ગયો હતો અને ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય થતાં ગુજરાત સરકાર તેમજ AIMIM પાર્ટીનો આભાર માન્યો હતો.
AIMIM પાર્ટીના જુનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલ તેમજ મહામંત્રી એડવોકેટ યુસુફભાઈ કરુડે પણ આ માંગણી સ્વીકારાતાં પોતાની પાર્ટી વતિ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here