માંગરોળ સરકારી હોસ્પિટલમાં ટેક્નિશિયન ના કારણે મધ્યમ ગરીબ દર્દીઓને પડતી હાલાકી દૂર કરવા સુલેમાન પટેલની રજૂઆત

માંગરોળ,(જૂનાગઢ) આરીફ દિવાન (મોરબી) :-

માંગરોળ ખાતેની સરકારી હોસ્પિટલમાં આજના આધુનિક ડિજિટલ યુગમાં ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓ ને ઝડપી સારવાર મળે તેમજ સરકારી યોજના અંતર્ગત જાહેર કરે વિવિધ પ્રકારની યોજનાઓ નો લાભ મળે તેવા હેતુસર નક્કી કરેલા સ્થળો પર મા અમૃતમ યોજના કાર્ડ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ માટે લોકોને હાલાકી ન પડે તેવા પ્રયાસો કરવા માટે એ આઈ એમ આઈ એમ પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલ દ્વારા તંત્રને લેખિત તેમજ ટેલિફોનિક રજુઆત ફરીયાદ કરી પ્રજાહિત કાર્યોમાં રચ્યાપચ્યા રહે છે ત્યારે તાજેતરમાં જ માંગરોળમાં માંગરોળ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોની પ્રજાહિત કામગીરી અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં ટેક્નિશિયન ના કારણે મધ્યમ ગરીબ દર્દીઓને હાલાકી પડ્યાની ફરિયાદ કરવામાં આવી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે માંગરોળ સરકારી દવાખાનામા એકસરે મશીન ચલાવનાર ટેક્નિશિયન 2 મહિનાથી ગેરહાજર હોય જેથી દર્દી ઓને મુશ્કેલી પડતી હોવાથી તેમજ ‘મા’ કાર્ડ માટે બીજા યુનિટ અને બાકી રહેલા ‘મા’ કાર્ડ બાબતે AIMIM જિલ્લા પ્રમુખ સુલેમાન પટેલે માંગરોળ આરોગ્ય અધિકારી ડાભી સાહેબને રજૂઆત કરતાં પોઝીટીવ જવાબ મળ્યો. જવાબદાર અધિકારીએ ટેલિફોનિક ચર્ચામાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here