જુનેદ અને નાસીરની થયેલ નિર્મમ હત્યાના બનાવને ગંભીતાપૂર્વક લઈ માંગરોળ એ.આઈ.એમ.આઈ.એમ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામા આવ્યું

માંગરોળ, (જૂનાગઢ) આરીફ દીવાન :-

આ કેસની તપાસ સી.બી.આઈ. દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી

રાજસ્થાન અને હરિયાણા નહિ પરંતુ પૂરા ભારત દેશ મા જુનેદ અને નાસીર ની હત્યા ની ગંભીર અસર પડી છે તેને લઈ આજે માંગરોળ મીમ પાર્ટી દ્વારા મામલતદાર શ્રી મારફત મહામુહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મર્મુ સાહેબા ને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે જુનેદ અને નાસીર નામના બંને યુવાનો ને રાજસ્થાન થી અપહરણ કરી રાજસ્થાનમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી હરિયાણા લઈ ગયા હતા ત્યાં બંનેને ગાડી સાથે જીવતા બાળી નિર્મમ હત્યા કરવામાં આવી હતી આ હત્યા એ પૂરા દેશ ને જંજોડી ને રાખી દીધું છે કારણ કે ભારત દેશ એકતા અને અખંડિતતા તેમજ ભાઈચારા મા માનનારો દેશ છે અને અવાર નવાર લઘુમતિ સમાજ ઉપર થતા ઘાતકી હુમલા તેમજ મોબ લીંચીંગ થી દેશની એકતા ને ખંડીત કરવામાં આવે છે જે દેશના કાયદા અને સંવિધાન વિરુદ્ધ છે. માટે આ અત્યંત દુખદ બનાવ ને લઈ માંગરોળ “મીમ” પાર્ટી દ્વારા આ કેસની તપાસ સી.બી.આઈ.ને સોંપાય તેવી પણ માંગ કરી છે અને જુનેદ તેમજ નાસીર ને યોગ્ય ન્યાય મળે અને તેઓના પરિવારો ને પૂરતું વળતર મળે તે માટે મીમ પાર્ટીના જિલ્લા પ્રમુખ સુલેમાન પટેલ ની સૂચના અનુસાર માંગરોળ શહેર તેમજ તાલુકા ની ટીમ સાથે આજ રોજ મામલતદાર શ્રી ને રોષ પૂર્વક આવેદન પત્ર આપવામાં આવ્યું,જેમા શહેર પ્રમુખ યુસુફભાઈ ચાંદ,શહેર મહામંત્રી ઉસ્માનભાઈ ભટ્ટુ તેમજ શહેર અને તાલુકાના હોદ્દેદારો અને ટેકેદારો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here