વડોદરા ગ્રામ્ય એલ.સી.બી. એ ડભોઇ – પલાસવાડા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો… બે ખેપિયાઓ ફરાર…

ડભોઇ,(વડોદરા)સરફરાઝ પઠાણ :-

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારમાં લઇ જવાતો ૫૭,૦૦૦રૂ.ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પરંતુ કારમાંઆ દારૂનો જથ્થો લોઈ જનાર બે ખેપિયાઓ તકનો લાભ લઈ ફરાર થઇ ગયા હતા. આ ખેપિયાઓ ખેતરો અને ઝાડીઓમાં થઇને ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. વડોદરા સહીતના શહરો અને નગરોમાં દારૂ ઘુસાડવાના પ્રયાસોને ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત નિષ્ફળ બનાવી રહી છે. પોલીસની ટીમ રાત્રી દરમ્યાન ડભોઇ પોલીસ સ્ટેશના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પલાસવાડા ફાટક પાસે ડભોઇ તરફથી આવતી સફેદ રંગની શંકાસ્પદ કાર આવતી જણાતા જેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે માટે ખાનગી વાહનથી આડાશ કરતા કારના ચાલકે કાર રોંગ સાઇડ તરફ વાડી દીધી હતી. જેથી એલ.સી બી. નો સ્ટાફ તેને પકડવા માટે દોડતા કારના ચાલકે કારને રોડની બાજુની સાઇડમાં ઉતારી દીધી હતી અને ગાડીમાંથી બે વ્યક્તિ અંધારાનો લાભ લઇ ખેતરો અને ઝાડીઓમાં થઇને ફરાર થઇ ગયા હતાં.
પોલીસે આ મામલે કારનં જી. જે.-૩૪- બી -૩૧૨૫ જપ્ત કરી લીધી હતી અને તેમા તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની ૫૭,૪૨૦/-રૂ.ની કિંમતની ૧૩૨ બોટલ તથા બે લાખની કિંમતની કાર મળી કુલ ૨,૫૭,૦૦૦/- રૂ. નો કબજે લઈલીધો છે. પોલીસે આ મામલે ફરાર થઇ ગયેલા બંને ખેપિયાઓને ઝડપી પાડવા માટેની અને આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે જેથી દારૂની ગેરકાયદે હેરાફેરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here