નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલ યુનિટી હોલીડે રિસોર્ટમાં થયેલ ચોરીના આરોપીને LCB પોલીસે ઝડપી પાડયો

તિલકવાડા, (નર્મદા) આશિક પઠાણ :-

જંતુ નાશક દવા છાંટવા આવેલ ઈસમે ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું

LCB પોલીસે ઝડપેલા આરોપી પાસે થી 2.25 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો

નર્મદા જીલ્લા ના તિલકવાડા તાલુકામાં આવેલ યુનિટી હોલિડે રિસોર્ટ માં ગત તા.4 થી ઓગષ્ટ ના રોજ મોબાઈલ ફોન સહિત કેનન કેમેરા, લેન્સ સહિત રોકડ રકમ ની ચોરી થયી હતી જેની ફરિયાદ તિલકવાડા પોલીસ મથક મા નોંધાઇ હતી,આ મામલે વડોદરા રેન્જ આઇજી એમ. એસ.ભરાડા ,સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત સૂમ્બે એ જીલ્લા પોલીસ ને જીલ્લા માં મિલ્કત સબંધી ચોરીઓ ના ભેદ ઉકેલી આરોપીઓ ને ઝડપી પાડવાની સુચના આપી હોય ને જીલ્લા LCB પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલ સહિત તેમનાં સ્ટાફ ના ઇસમો એ ચોરી નો ભેદ ઉકેલી વડોદરા થી ચોરી કરનાર આરોપી ને ઝડપી પાડયો હોવાનુ જાણવા મળ્યુ છે.

બનાવ ની વાત કરીએ તો તિલકવાડા તાલુકામાં આવેલ યુનિટી હોલીડે રિસોર્ટ માં 4 થી ઓગષ્ટ ના રોજ રાત્રિ ના સમયે સોની નો મોબાઈલ, કેનન ના બે કેમેરા તેમજ લેન્સ અને રોકડ રકમ ની ચોરી કરી હતી,જેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ મામલે નર્મદા જીલ્લા LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલ સહિત ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. જી. વસાવા, એ. એસ. આઇ. ભરત ભાઇ, હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ, રાકેશભાઈ સહિત ના ઓની ટીમે ટેકનિકલ સર્વેલન્સ ની મદદ તેમજ પોતાના બાતમીદારો ની મદદ થી બાતમી મેળવી ચોરી કરનાર આરોપી ની ઓળખ કરી ટીમ બનાવી ચોરી કરનાર પંકિલ ઉર્ફે આદિત્ય દેવિસિંગ રાઠવા રેહ . સી.76 , વૃંદાવન સોસાયટી , આજવા રોડ, વડોદરા. મુળ રહે. કાતુ, પોસ્ટ. ગીલિતિલી, તા. ધોધાંબા, જિલ્લો, પંચમહાલ ને તેના ઘરે વડોદરા થી ઝડપી પાડયો હતો અને તેના કબજા માંથી તેણે કરેલ યુનિટી હોલીડે રિસોર્ટ ની ચોરી નો મુદ્દામાલ કેમેરા, મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 2.25 લાખ નો જપ્ત કર્યો હતો.

આ આરોપી ચોરી કરી તેના બે દિવસ પહેલા યુનિટી હોલીડે રિસોર્ટ ખાતે જંતુ નાશક દવા નો છન્ટકાવ કરવા આવ્યો હતો જેથી તેણે રેકી કરી હતી અને રિસોર્ટ ની તમામ પરિસ્થિતિ થી વાકેફ હતો અને તક મળે ચોરી નો કારસો રચ્યો હતો. પોલીસે આરોપી ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ ભેગો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here