ડભોઈમાં સરકારી જગ્યા પર ભૂમાફિયા ઓનો કબ્જો… કેટલાક અધિકારીઓની સંડોવણીની શકયતા !!

ફભોઈ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ શહેર તાલુકા માં સરકારી જમીન પર ભૂમાફિયા ઓ એ કબ્જો જમાવી દીધો છે

જાણવા મળ્યાં મુજબ ફકત મહુડી ભાગોળ થી તરસાણા ચોકડી વચ્ચે બાવીસ લાખ ચોરસ મીટર જગ્યા સરકારી પર ભૂમાફિયા ઓ એ કબ્જો જમાવી દીધો છે જેમાં ની એક જમીન નો ટુકડો માલિકી ઓછી અને સરકારી વધારે એક જમીન નો એક કરોડ માં વેચાયા ની સનસનાટી ભરી વિગત બહાર આવવા પામી છે સાથે સાથે આંબાવાડી વિસ્તારમાં સરકારી જગ્યા પર પ્લોટ પાડી કોઇ પણ જાત ના લખાણ વગર વેચાયા ની વિગતો પણ સાંભળવા મળી છે
આધાર ભુત સુત્રો માંથી જાણવા મળ્યાં મુજબ ડભોઇ માં બહાર ના બિલ્ડરો બિલાડી ના ટોપ ની જેમ ઉગી જમીનો ખરીદી એન. એ. થયા વિના જ વેચાણ કરી રહયા છે ડભોઇ તાલુકા પડેલ પ્લોટ માં એક જમીન દરગાહ ની હોવાની વિગતો બહાર આવવા પામી છે ડભોઇ તાલુકા ની નદી કિનારે હોવાને લઇ કેટલાક આશ્રમ માં સરકારી જગ્યા ના દબાણ ની હોવાની અનેક અરજી ઓ તાલુકા વિકાસ અધિકારી પાસે હોવાનું પણ જાણવા મળ્યું છે
ડભોઇ શહેર તાલુકા માં સરકારી જગ્યા નું દબાણ કરી મકાનો બનાવી ગુજરાત બહારના ફેરીયા ઓને ભાડે આપવામાં આવેછે જેની પોલીસ માં નોંધણી ની કોઈ વિગતો જાણવા મળ્યું નથી ડભોઈ શહેર તાલુકા માં સરકારી જગ્યા ના વેચાણ પાછળ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ની ભૂમિકા ની પણ તપાસ ની માંગ ઉઠવા પામી છે ડભોઇ શહેર તાલુકા માં સરકારી જગ્યા પર ગેરકાયદે કબ્જો કરી ગૃહ ઉધોગ માટે ઉંચા ભાડે આપવામાં આવતું હોવાનું પણ જાણવા મળ્યું છે ડભોઇ નગરપાલિકા માં સરકારી જગ્યા માં ખોટી આકારણી કરાવી વિજ , પાણી અને ડ્રેનેજ કનેકશન અપાવવા પાછળ કેટલાક નગરસેવકો મોટી રકમ લેતાં હોવા ને લઈ સરકારી જગ્યા પર દબાણ નો દબદબો જોવા મળે છે ગૌચર ની જમીન પર દબાણ ને લઈ ઢોરો રોડ પર ફરતા હોવાની વિગતો પણ જોવા મળે છે સરકાર આવી કરોડો ₹ ની જમીન ભૂમાફિયા ના ચુંગાલમાંથી છોડાવે અને સરકારી જમીન વેચાણ કરનાર સામે પાસા જેવું હથિયાર નો ઉપયોગ સરકાર કરશે ?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here