ગુજરાત ગૌરવ દિન ૨૦૨૦ સ્પર્ધામાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ ૪ વિજેતા વિદ્યાર્થીઓનું ૪૬૦૦૦ નું રોકડ ઈનામ મેળવી ઝળકતો શહેરા તાલુકો…

શહેરા(પંચમહાલ),
ઇમરાન પઠાણ

કોરોના મહામારી સમયે વિદ્યાર્થીઓએ પોતાના ઘરે રહીને ગુજરાત ગૌરવ દિવસ ૨૦૨૦ની ઉજવણી અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ કાવ્ય લેખન, નિબંધ લેખન અને ચિત્રકામ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં પંચમહાલ જીલ્લાના ૧૬૮૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લઈ રાજ્યમાં પ્રથમ ક્રમ અને ૭૨૪૧ વિદ્યાર્થીઓ સાથે રાજ્ય અને જિલ્લામાં શહેરા તાલુકો અગ્રેસર રહ્યો હતો. શહેરા તાલુકાના જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ અને સમગ્ર શિક્ષા શહેરાના સંયુક્ત ઉપક્રમે બી.આર.સી.ભવન શહેરા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વી.એમ.પટેલ, નાયબ જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર નીતિનભાઈ પટેલ, ડાયટ પંચમહાલ સિનિયર લેકચરર બી.એમ.સોલંકી, બી.આર.સી.શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર અને તેમની ટીમના દ્વારા ચેક વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહી દીકરીઓને ચેક અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં ખોજલવાસા ક્લસ્ટરની ભકતા ફળીયા પ્રાથમિક શાળાની દીકરી બારીયા તૃપ્તિબેન એ. જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મેળવી રૂપિયા ૧૧૦૦૦ અને સન્માનપત્ર, નિબંધ સ્પર્ધામાં શહેરા કુમાર ક્લસ્ટરની જે.જી.ગુજરાતી મીડીયમની દીકરી બારીઆ શીવાનીબેન વી. જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી રૂપિયા ૧૫૦૦૦ અને સન્માનપત્ર અને વાઘજીપુર ક્લસ્ટરની આદર્શ બુનિયાદી વાઘજીપુર પ્રાથમિક શાળાની બારીઆ જિનલબેન એમ. જિલ્લા કક્ષાએ તૃતીય નંબર મેળવી રૂપિયા ૫૦૦૦ રોકડ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પાલીખંડા ક્લસ્ટરની મોડેલ સ્કૂલ કાંકરીની પરમાર સોનમબેન વી.એ જિલ્લા કક્ષાએ નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી રૂપિયા ૧૫૦૦૦ અને સન્માનપત્ર વિતરણ કરવામાં આવ્યું. બી.આર.સી.શહેરાએ કન્યા કેળવણીને આપેલ મહત્વની સફળતા જોવા મળી રહી છે, ગુજરાત ગૌરવ દિન ૨૦૨૦ ઉજવણીમાં સહભાગી થયેલા અને સમગ્ર રાજયમાં શહેરાનું નામ ઝળહળતું કરનાર વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શન શિક્ષકો વિકસતા વિશ્વમાં તેઓ અગ્રેસર રહે તેવી સમગ્ર શિક્ષા અને શિક્ષણ પરીવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here