વડગામ પ્રોફેશનલ પ્રેસ યુનિટીના પ્રમુખના જન્મદિવસ નિમિત્તે સ્નેહમિલન યોજાયું

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આજરોજ વડગામ પ્રોફેશનલ પ્રેસ યુનિટી ના પ્રમુખ દશરથ સોલંકી ના જન્મદિવસ નિમિત્તે મજાદર રોયલ ડેરી ખાતે સ્નેહ મિલનનો આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને દશરથસિંહ સોલંકી બાપુ એ કેક કાપી પોતાના જન્મદિવસની ધામધૂમ ઉલ્લાસભેર સાથે ઉજવણી કરવામાં આવી હતી અને એકબીજા ને કેટ ખવડાવીને ઉજવણી કરવામાં આવી હતી આ સાથે પ્રોફેશનલ પ્રેસ યુનિટીમાં નવા આમંત્રિત પત્રકારોને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને યુનિટી મજબૂત થાય હેતુ માટે દશરથસિંહ બાપુએ તન ધન અને મન લગાડી યુનિટી ને ઉંચી શિખર લઈ જવાની ખાતરી આપી હતી આશા છે ઉપસ્થિત પત્રકારોએ બાપુને તાળીયો થી વધાવી લીધા હતા આજના આ પ્રસંગે તમામ મિત્રોએ સાથે ભોજન લઇ યુનિટી માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને નવા જોડેલા તમામ પત્રકારોએ બાપુની પ્રશંસા કરી તેમને વધાવી લીધા હતા આ પ્રસંગે પ્રોફેશનલ પ્રેસ યુનિટીના પ્રમુખ દશરથસિંહ સોલંકી તથા દિલીપભાઈ ગોહિલ તથા ભરતભાઈ તેમજ રાણાભાઇ સહીત મોટી સંખ્યામાં પ્રેસ યુનિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here