સમગ્ર રાજ્યમા કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ નું આયોજન : તા.૬ ઠ્ઠી જાન્યુઆરી, ૨૦૨૨ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લામાં શાળા કોલેજોમાં ભણતાં તેમજના ભણતાં તમામ સ્પર્ધામાં ભાગ લઈ શકશે

ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્ય સાહિત તમામ જિલ્લાઓ સહિત નર્મદા જિલ્લા માપણ વહીવટીતંત્રની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમત ગમત કચેરી નર્મદા દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લાકક્ષાએ આયોજન થનાર છે. જેમાં રજીસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની છેલ્લી તા. ૦૬/૦૧/૨૦૨૨ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ-૩૦ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં એમ કુલ ચાર વયજૂથમાં સ્પર્ધા યોજાશે.
જેમાં તાલુકા કક્ષાએથી શરૂ થતી કુલ-૦૯ કૃતિ જેમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ અને સીધી જિલ્લાકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી અને ઓરગન તેમજ સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન અને સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો વગેરે કૃતિઓ યોજાશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને આથી જણાવવામાં આવે છે કે તાલુકા કક્ષાએથી તાલુકા કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે. જેથી જે તે તાલુકાના કલાકારોને પોતાનું અરજીફોર્મ જે તે તાલુકાનાં કન્વીનરશ્રીઓને પહોચાડવાનું રહેશે. જેમાં નાંદોદ તાલુકા માટે-શ્રી નવદુર્ગા હાઇસ્કુલ, રાજપીપલા, ગરૂડેશ્વર તાલુકા માટે-પિંટુલાલા વિદ્યામંદિર,બોરીયા, તિલકવાડા તાલુકા માટે – કે.એમ.શાહ વિદ્યામંદિર, દેડીયાપાડા તાલુકા માટે-એ.એન.બારોટ,દેડીયાપાડા અને સાગબારા તાલુકા માટે-રમાબેન સાર્વજનિક હાઇસ્કુલ,કોડબા ખાતે પહોંચાડવાના રહેશે.
તદઉપરાંત, સીધી જિલ્લાકક્ષાએ ૮(આઠ) કૃતિ/પ્રદેશકક્ષાએ ૬(છ) કૃતિ /રાજયકક્ષાએ ૭(સાત) કુતિની યોજાનાર સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારોએ (સ્પર્ધકોએ) ફોર્મ ભરી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવાસદન –બીજો માળ રૂમ નં ૨૧૭, રાજપીપળા. જિ.નર્મદા.-૩૯૩૧૪૫ ખાતે તથા જીલ્લા કન્વીનર નવદૂર્ગા હાઇસ્કુલ ખાતે તા.૦૬/૦૧/૨૦૨૧ સુધી કચેરી સમય દરમિયાન પહોંચાડવાના રહેશે. કલામહાકુંભ-૨૦૨૧-૨૨ માં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી તરફથી જાહેર અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે મો.નં ૯૮૯૮૧૧૪૩૧૦ ઉપર સંપર્ક સાધી શકાશે તેમ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજપીપલા-નર્મદા તરફ થી જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here