ઈરાની ગેંગના સિદ્ધપુરના કુખ્યાત આરોપીઓની ગુજસીટોક ગુનામાં ધરપકડ કરાતા ચકચાર

સિદ્ધપુર,(પાટણ ) આશિષ કુમાર પાધ્યા :-

પાટણ જિલ્લાના સિદ્ધપુર ની કહેવાતી ઈરાની ગેંગના હિસ્ટ્રીશીટર ત્રણ આરોપી ઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. પાટણ જિલ્લામાં આ કાયદા હેઠળ આ બીજો ગુનો નોંધાવા પામ્યો છે.આ અગાઉ ચાણસ્માના ઝીલિયાની કુખ્યાત ગેંગ સામે પ્રથમ ગુનો નોંધાયો હતો.
પોલીસ ચોપડે ઈરાની ગેંગના નામે કુખ્યાત ગુંડા ટોળકી વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિશ,જીવલેણ હથિયારો અને ફાયર આમર્સ વડે હુમલા કરી મારી નાખવાની ધમકી, અપહરણ,ખંડણી માંગવી, લૂંટ,મારામારી,મિલકતની લૂંટફાટ ચલાવવી અને નુકશાન કરવું,સરકારી કર્મચારી પર હુમલો કરવો, જાહેરનામાનો ભંગ કરવો જેવા અસંખ્ય ગુનાઓ નોંધાવા પામ્યા છે.આ ઈરાની ગેંગના ત્રણ આરોપીઓ સૈયદ મયુદ્દીન અકબરમીયા બીસુમિયા, સૈયદ નિઝામમિયા અકબર મીયા બીસુમિયા,બન્ને રહે. ઈરાની છાપરા,સિદ્ધપુર તેમજ નાગોરી શબ્બીર અહેમદ ગુલાબખાન,રહે. પટેલ એસ્ટેટ,સિદ્ધપુર, જિ.પાટણવાળાઓની ત્રણ અલગઅલગ ટીમો બનાવી ધરપકડ કરી હોવાનું સિદ્ધપુર પીઆઈ ચિરાગ ગોસાઈએ જણાવ્યું હતું. આ કામનો આરોપી મયુદ્દીન સૈયદ પોતે શબ્બીર ઈબ્રાહીમભાઈ ધોબી,રહે. પોલીસ લાઈનના ખૂણા ઉપર,સિદ્ધપુરવાળાના ઘરે હોવાની બાતમીના આધારે તપાસ કરવા જતા પોલીસ ને શબ્બીરે અટકાવી હતી બાદમાં મયુદ્દીન સૈયદને લઈ જતા વખતે પણ શબ્બીર ધોબીએ પોલીસને રોકી જવાનો સાથે ઝપાઝપી કરી ધમકીઓ આપતા પોલીસે તેની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ અંગેની વધુ તપાસ રાધનપુર ડીવાયએસપી એચ.કે.વાઘેલા ચલાવી રહ્યા છે.નોંધનીય છે કે ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઈમ એકટ-૨૦૧૫ હેઠળ ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ પૈકી મયુદ્દીન સૈયદે ગત એપ્રિલ-૨૦૨૦ માં સિદ્ધપરના તત્કાલીન પીઆઈ વી.એન.મહિડા ઉપર પોલીસ મથકમાં જ હુમલો કરી બાદમાં આબાદ રીતે ફરાર થઈ ગયો હતો. કાયદાની છટકબારી અને ક્યાંક-ક્યાંક પોલીસના આંખ આડા કાન કરવાની નીતિનો લાભ મેળવી આવી ગુનાખોર ટોળકીઓ જન્મ લેતી હોય છે.બાદમાં આ જ ટોળકીઓ પોલીસને નાકે દમ લાવી દેતી હોય છે.ભદ્ર સમાજના લોકોની સુલેહશાંતિ માટે પોલીસ આવી ટોળકીઓ સામે કડક હાથે કાર્યવાહી કરી તેને નેસ્તોનાબુદ કરે તે ઈચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here