લગડા મને સાધુને ન છોડયો જા હવે તારે ત્યા નાળિયેર નો મોટો પહાડ થાશે, લોકો દુર દુર થી તારા દર્શને આવશે…

થરાદ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગેળા ગામે હનુમાનજી નુ મંદિર આવેલ છે અને આ મંદિર ની વિશેષ ઓળખાણ એટલે “નાળિયેર નો પહાડ” હા બિલકુલ સાચી વાત છે શ્રીફળ નો પહાડ. ..

આજથી આશરે 600 -700 વર્ષ પહેલા ગેળા ગામના એક ગોવાળે ખિજડાના વૃક્ષ નીચે પથ્થર ની એક શીલા દેખી અને ગામ લોકો ને વાત કરી ગામલોકો ભેગા થઈ ને જોયુ તો તે હનુમાનજી ની મૂર્તિ જેવી સ્થિતિ મા લાગી.

એકવાર થરાદ તાલુકાના આસોદર ગામની જગ્યા ના સંત શ્રી હરદેવગીરી બાપુ કોઈ કારણોસર ગેળા ગામેથી પરત આવતી વખતે હનુમાનજી ના મંદિરેથી નાળિયેર લઇ ને નાના બાળકો ને પ્રસાદીરૂપે ખવડાવી દીધા પછી હરદેવગીરી બાપુ ને રાત્રે ખૂબ તકલીફ પડી તેમણે મનોમન હનુમાનજી ને કહ્યુ કે મે જે શ્રીફળ ખાધા હતા તેના ડબલ કરી ને મુકીશ.

ત્યારે બાપુની તબિયત સારી થઇ બીજા દિવસે હરદેવગીરી બાપુ ગેળા ગામે જઇ ને નાળિયેર મુકી આવ્યા અને હનુમાનજી ને મીઠો થપકો આપ્યો કે “લગડા મને સાધુને ન છોડયો જા હવે તારે ત્યા નાળિયેર નો મોટો પહાડ થાસે લોકો દુર દુર થી તારા દર્શન કરવા આવશે. ..

આજે પણ આ ગેળા ગામે આવેલ હનુમાનજી ના મંદિરે દર શનિવારે દેશ -વિદેશ ના લોકો દર્શન કરવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે હાલ પણ તે ખિજડાના વૃક્ષ નીચે મૂતિ છે ગામલોકોએ મંદિર બાંધવાની યોજના બનાવી હતી પણ હનુમાનએ પરવાનગી ન આપી કે મારે તો બસ આમજ ખુલ્લા મા જ રહેવુ છે. ત્યા ખાલી પતરાનો શેડ બનાવેલો છે.

શ્રધ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા માટે શ્રીફળ રમતુ મુકે છે કોઈ શ્રીફળ નુ તોરણ ચડાવે છે આજે તો શ્રીફળ નો મોટો પહાડ બની ગયો છે તેથી તે મંદિર ને શ્રીફળ મંદિર કહેવાય છે આટલા મોટા નાળિયેર ના ઢગલા માથી એકેય નાળિયેર બગડતુ નથી જો કોઈ ને ઉગેલુ નાળિયેર જોઇતુ હોય તો તેના બદલામાં પાંચ નાળિયેર મુકવા પડે બનાસકાંઠા માં 2015 અને 2017 માં પુર આવેલ પણ પૂરમાં એક પણ નાળિયેર તણાયેલ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here