પંચમહાલ વિભાગ હેઠળના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી પોસ્ટ ઓફિસોમાં બચત ખાતાની સેવા- પેમેન્ટ બેંક સેવાઓ- ડિજિટલ જીવન પ્રમાણ પત્ર- બિલ ચૂકવણી અને મોબાઈલ રીચાર્જ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ટપાલ વિભાગ દ્રારા વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૦૦ % પોસ્ટ ઓફિસ (૧.૫ લાખ પોસ્ટ ઓફિસ) કોર બેંકિંગ સિસ્ટમ થી જોડાશે. જે નાણાકીય સમાવેશ ને સક્ષમ કરશે તથા નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને ATM દ્વારા પોસ્ટ ઓફિસ ખાતાઓ અને બેંક ખાતાઓ વચ્ચે ઓનલાઈન ફંડ ટ્રાન્સફર ની સુવિધા પ્રદાન કરશે. આ સેવાઓ ખાસ કરીને ખેડૂતો અને વરિષ્ઠ નાગરિકો ના ખાતાઓની આંતરીક કાર્યક્ષમતા અને નાણાકીય સમાવેશ ને સક્ષમ બનાવશે. પંચમહાલ વિભાગ હેઠળના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી તમામ પોસ્ટ ઓફિસોમાં બચત ખાતાની સેવા અને પેમેન્ટ બેંક સેવાઓ સાથે ડિજિટલ જીવન પ્રમાણ પત્ર, બિલ ચૂકવણી અને મોબાઈલ રીચાર્જ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. વધુ માહિતી માટે તમારી નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લેવા અધિક્ષક ડાકઘરશ્રી પંચમહાલ વિભાગ, ગોધરાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here