રાજપીપળા સરદાર ટાઉનહોલ ખાતે તા. 9 મીના રોજ કોગ્રેસ કારોબારી સમિતિની બેઠક યોજાશે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સહિત ના મહાનુભાવો ની ખાસ ઉપસ્થિત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર નર્મદા જીલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી મિટીંગ પ્રમુખશ્રી અમિત ચાવડા ના અધ્યક્ષ સ્થાને તા . 9 મીના રોજ રાજપીપળા ખાતે ના ટાઉનહોલ મા રાખવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશભાઇ વાળંદ ના જણાવ્યા અનુસાર તા. 9 મીના રોજ પ્રદેશ કોંગ્રેસ અધયક્ષ અમિત ચાવડા સહિત ના મહાનુભાવો બેઠક મા ઉપસ્થિત રહેશે.જેથી તમામ કોંગ્રેસ પરિવારજનોએ નાંદોદ મત વિસ્તાર ના ધારાસભ્યશ્રી, પ્રદેશ સમિતિના હોદેદારો, જિલ્લાના દરેક તાલુકા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, નગરપાલિકાના સદસ્યો, નર્મદા જિલ્લાના વિવિધ સેલ ના ચેરમેનશ્રીઓ તેમજ મહિલા કોંગ્રેસના હોદેદારો, લઘુમતિ સેલના ચેરમેન, યુવા કોંગ્રેસ ટીમ, એન. એસ યુ આઇ. યુથ કૉગ્રેસ સેવાદળના કાર્યકરો, તમામ કોંગ્રેસના હોદેદારો આગેવાનો ને વઘુમાં વધુ સંખ્યામાં હાજર રહેવા નુ જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here