શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારના યુવાનાનોને સિક્યુરીટી ગાર્ડની નોકરી આપવાની લાલચ આપી નાણા પડાવી છેતરપિંડી કરાઈ હોવાની બૂમ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા શિક્ષીત બેરોજગાર યુવાનાનોને સિક્યુરીટી ગાર્ડની નોકરી આપવાની લાલચ આપીને નાણા પડાવાની છેતરપીડીનો બનાવ બનતા ભારે ચકચાર મચી ગઈ છે. શહેરા પોલીસે ભોગ બનનાર એક ફરિયાદીની ફરિયાદના આધારે તપાસનો દોર લંબાવ્યો.

શહેરા તાલુકામા ખટકપુર ગામે રહેતા મનોજ ખાંટે ફરિયાદમા જણાવ્યુ છે કે પોતે શિક્ષિત બેરોજગાર છે,તેંમના એક સંબધી થકી તેમને વાટાવછોડા ગામના રહેતા લાલાભાઈનો સંપર્ક થયો હતો.જે સિક્યુરીટીમાં નોકરી એપાવે તેવી વાત જાણવા મળતા તેમના સંપર્ક કરીને પોતે નોકરી કરવા ઈચ્છા દર્શાવી હતી. જેના લાલાભાઈએ ફી પેટે ૪૦૦૦ તેમજ ડોક્યુમેન્ટ આપવા પડશે તેમ જણાવ્યુ હતુ.આથી મનોજભાઈએ પૈસા અને ડોક્યુમેન્ટ આપી દીધા હતા.અને અન્ય ગામોના યુવાનોના ડોક્યુમેન્ટ સહીત મારી પાસે છે .અને ડોક્યુમેન્ટો ઓનલાઈન કરવાની કામગીરી ચાલુ છે.જુલાઈ મહીનામાં ઓર્ડર મળી જશે,તેવો વાયદો કર્યો હતો.ત્યારથી તેમણે કોઈ યોગ્યજવાબ આપતા નહી અને જણાવ્યુ હતુ કે તેમની સાથે બીજો એક માણસ કાંકરી ગામે રહેતો અરવિંદભાઈ સોલંકી પણ છે.લાલાભાઈ જ્યારે મળવા આવતા હતા ત્યારે જીઆઈએસએફના બેઝ વાળો ખાખી યુનિફોર્મ પહેરીને આવતા હતા.જેથી અમનેનોકરી લગાડશે તેવો પાકો વિશ્વાસ ઉભો થયો હતો.પરંતુ આજસુધી તેમને નોકરી આપી ન હતી.આ બંને એ શહેરા તાલુકાના શિક્ષીત બેરોજગારો પાસેથી ફી પેટે ૪૦૦૦ રુપિયા ઉઘરાવીને નોકરી નહી અપાવીને વિશ્વાસઘાત કર્યો છે.હાલમાં પોલીસે લાલાભાઈ પટેલીયાની અટક કરીને અન્ય અરવિંદકુમાર સોલંકી સામે પણ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here