ભગવાન ભોળાનાથની નગરી સિદ્ધપુરમાં આજથી શરૂથતાં પવિત્ર શ્રાવણ માસમાં સ્વયંભૂ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠસે

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સમગ્ર ગુજરાતનું કાશી ગણાતી ધાર્મિક તેમજ ભગવાન ભોલેનાથની નગરી સિદ્ધપુરમાં પવિત્ર સરસ્વતીનદીના કિનારે અલગ અલગ સ્થાનકે ઐતિહાસિક અતિ પ્રાચીન પાંચ સ્વયંભૂ મહાદેવના શિવાલયો આવેલા છે તેમજ શહેરના દરેક મોહલ્લાઓના બહાર નાના મોટા અનેક શિવાલયો આવેલા છે દરેક શિવાલયોનો એક અનોખો ઇતિહાસ અને પરચાઓ જગ વિખ્યાત છે આ ઐતિહાસિક શહેરમાં બારેમાસ ભગવાન સદાશિવ ભોલેનાથના અનેક નાના મોટા ઉત્સાવો તેમજ શિવ આરાધના થતીજ હોય છે પરંતું ભગવાન ભોલેનાથની આરાધનાનો શિવ ઉપાસનાનો વ્રત જપ અનુષ્ઠાન તેમજ ઉત્સાવોનો પાવનકારી માસ એવા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થતો હોય ત્યારે શહેરના ભૂદેવો,શિવભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો છે શહેરના વિવિધ શિવાલયોમાં આજથી હર હર મહાદેવ અને ૐ નમઃશિવાયના નાદથી સમગ્ર માહોલ શિવમય બની જાય છે અને ભગવાન શંકરને રીઝવવા માટે ભક્તો દ્વારા બીલીપત્ર દુધ જળ અભિષેક તેમજ ભોલેનાથની આરાધના કરી ધન્યતાની અનુભુતી કરેછે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here