અરવલ્લીમાં બાગાયતી વિભાગની મદદથી ખેડૂતો કરશે કેરીની ખેતી

મોડાસા,(અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

અરવલ્લી જિલ્લાના બાગાયતી વિભાગે ખેડૂતોને અપાવી કેરીની ખેતીની તાલીમ

આમતો કેરીની ખેતી ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં જોવા મળે છે પરંતુ અરવલ્લી જિલ્લાના ખેડૂતોને આર્થીક સમૃદ્ધ બનાવવા જિલ્લાના બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોને કેરીની ખેતી શીખવવા તેમને તળાજા (ગીર સોમનાથ) ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું .
100 ખેડૂતોને તળાજા લઈ જઈ ત્યાં તેમને આંબાના પાકની ખેતીની નવીન પદ્ધતિ સમજાવવામાં આવી, નિદર્શન પ્લોટ અને રૂબરૂ આંબાની વાડીની પણ મુલાકાત કરાવવામાં આવી.જૂના આંબાનું કેવીરીતે નવીનીકરણ કરવામા આવે છે તથા તેની માવજત કેવી રીતે કરવી તે પણ સમજાવવામાં આવ્યું.
ખેડુતોને ઘનિષ્ઠ ખેતી કેવી રીતે થાય, ઓછી જગ્યામાં વધુ પાક કેવી રીતે મેળવી શકાય , આંબાના પાકની લણણીની પદ્ધતિ ની માહિતી આપવામાં આવી.
બાગાયતી વિભાગના આવા અનોખા પ્રયત્નોથી અરવલ્લી જિલ્લાના ખેડૂતોને આર્થીક, સામાજિક ક્ષેત્રે ક્રાંતિ કરી ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનો મોકો મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here