બોડેલી તાલુકાના મુલધર અને જબુગામ વચ્ચેથી પસાર થતી મેરીયા નદીમાં ઘોડાપૂર પાણી આવતા લોકોની અવરજવર બંધ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકાના મુલધર અને જબુગામ વચ્ચે આવેલ મેરીયા નદીનો ડીપ સ્લેબ ઘણા સમયથી તૂટી ગયેલો હતો અને તેની બાજુમાં મુલધર ટીંબી તેમજ અન્ય 10 ગામો જેવા ને અવરજવર કરવા માટે બાજુમાં રસ્તો બનાવ્યો હતો પણ આજે છોટાઉદેપુર જિલ્લામાં ગતરોજ છોટાઉદેપુર પંથકમાં 10 ઇંચ થી વધુ વરસાદ વરસી જતા મુલધર ટીંબી તેમજ અન્ય 10 ગામોને બોડેલી વડુ મથક જવા માટે આ રસ્તો માત્ર એક દોઢ કિલોમીટરમાં બોડેલી પહોંચાતું પરંતુ છોટાઉદેપુર પંથકમાં ભારે વરસાદની લીધે મુલધર તેમજ અન્ય 10 ગામડાઓને બોડેલીવડુ મથક આવવા માટે 14 કિલોમીટરનો ફરીને આવવું પડે છે કે આ કોઝવે ની જગ્યાએ પુલ બનાવી આપે તો 10 ગામોને દર ચોમાસામાં હેરાન થતા લોકોને તકલીફ દૂર થઈ જાય તે માટે લોકોની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here