બોડેલીમાં ગણેશ વિસર્જન જાખરપુરાના તલાવમાં શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગણપતિ બાપા ના દસ દિવસનું અતિથ્ય માણવા માટે બોડેલીમાં ગણેશજીની નાની મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી તે ગણપતીની મૂર્તિનું આજે વિસર્જન કરવામાં આવ્યું બોડેલીના અલીપુરા ગોપેશ્વર મહાદેવ મંદિર શિવ શક્તિ યુવક મંડળ તેમજ ગજાનંદ સોસાયટી તેમજ રામજી મંદિર યુવક મંડળ જેવા અનેક મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમા નાની મોટી સ્થાપિત કરવામાં આવી હતી દરેક યુવક મંડળના યુવકો આજે બપોર થી ડીજેના તાલે અને ટીમલી ના તાલે સાથે ગરબા ની રમઝટ સાથે ગણપતિ બાપા મોરિયા ના નારા સાથે ગણપતિ બાપા ની પ્રતિમા ને ભાવ ભર્યા વિદાય કરવામાં આવ્યા હતા ગણપતિ બાપા ની મૂર્તિ ને વિસર્જન કરવામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા કેટલાક દિવસથી ડીજે તેમજ ઢોલના ગ્રુપ ઊંચા ભાવે બુકિંગ થઈ ગયા હતા ત્યારે નાના ગ્રુપ રખડી ગયા હતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે હિન્દુ મુસ્લિમના સાથે તહેવાર હોવાથી હિંદુ મુસ્લિમ ભાઈચારાથી આ બંને તહેવાર ધામધૂમથી ઉજવ્યો હતો ત્યારે બોડેલી પોલીસ નો પણ ફુલબંદોબસ્ત જોવા મળ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here