ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાલોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોગ શિબિર યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ના સુવર્ણ હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
જન્મ દિવસ નિમિત્તે યોગ શિબીર યોજાઈ હતી
જેમાં કાલોલ તાલુકાના લગભગ ૫૦૦ થી વધુ લોકોએ મુશળધાર વરસાદ હોવા છતાં પણ હાજર રહી ભાગ લીધો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણી કરી. શિબિરમાં મુખ્યત્વે મહેમાનોમાં મામલતદાર ઝાલા કાલોલ કોલેજ પ્રિન્સિપાલ કિશોરભાઈ વ્યાસ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડો.યોગેશ પંડ્યા, નગરપાલિકા માજી પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય, બ્રહ્માકુમારી થી વર્ષા દીદી, કિસાન મોરચા પ્રદેશ સભ્ય સંજયભાઈ રાઠોડ, તેમજ બીજા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. શરૂઆત દીપ પ્રાગટ્ય થી થઈ પુષ્પગુચ્છ તેમજ ખેસ પહેરાવી મહેમાનોનુ સ્વાગત કરી સન્માનિત કર્યા. ઝોન કોર્ડીનેટર પિન્કીબેન મેકવાન, શેફાલીબેન, યોગ કોચ કાજલબેન તેમજ ટ્રેનર્સ દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું. જેમાં બધા જ સાધકોએ અને મહાનુભાવો એ યોગ કર્યા. કાર્યક્રમના અંતે પધારેલ મહેમાનો દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવ્યો કે માનનીય વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે આપણે સૂર્ય નમસ્કાર કરી, હંમેશા નીરોગી રહીએ અને સ્વસ્થ ભારત બનાવીશું, એવો સંકલ્પ કરાવ્યો હતો. નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ એક ઉત્સવ સ્વરૂપે લઈ ૩૩ જિલ્લાઓમાં ૭૩ કાર્યક્રમ કરી, ૭૩ હજાર યોગ સાધકો ૭,૩૦,૦૦૦ સૂર્ય નમસ્કાર કરાવ્યા. અને વડાપ્રધાન ને જન્મદિનની અનોખી ભેટ આપી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજીએ આખા ગુજરાતને આહવાન કર્યું કે આવો યોગ સાથે જોડાઈએ અને વડાપ્રધાન ને જન્મદિવસની એક અનોખી ભેટ આપીએ. તો તમે સૌ યોગ સાથે જોડાઓ. આ સાથે ઝોન કો-ઓર્ડીનેટર પિન્કીબેન , યોગ કોચ, યોગ ટ્રેનર અને જાહેર જનતાનો આભાર વ્યક્ત કર્યો કે આટલા બધા વરસાદમાં પણ તેઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here