જીલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં કથ્થક નૃત્યમાં કોસીંદ્રાની માહી રાવળ અવ્વલ આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

કમિશ્નરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવુતીઓ ગાંધીનગરના ઉપક્રમે જીલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવુતીઓની કચેરી છોટાઉદેપુર તેમજ એસએફ હાઈસ્કુલના સંયુક્ત સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુથ એ જોબ ક્રિએટરની થીમ આધારિત જીલ્લા કક્ષા યુવા ઉત્સવનો કાર્યક્રમ સંપન્ન આજરોજ કરવામાં આવ્યો હતો. સમારંભમાં સજ્જનબેન રાજપુત, માજી ધારાસભ્ય પ્રો.શંકરભાઈ રાઠવા,એસએફ હાઈસ્કુલ તેમજ કોલેજના આચાર્ય,જીલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ યુવા ઉત્સવમાં તાલુકા કક્ષાએથી ૧૫ કૃતિઓ, જીલ્લા કક્ષાએ ૧૮ કૃતિઓ ત્રણ વિભાગ માં રજુ થઈ હતી.જેમાં ૨૫૦ કરતા વધારે વિદ્યાર્થીઓ તેમજ ઓપન વિભાગના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં કથ્થક નૃત્યમાં કોસીંદ્રા ગામે ટી વી વિદ્યાલયમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી દીકરી માહી રાજેશભાઈ રાવલે અવ્વલ નંબર પ્રાપ્ત કરી કોસીંદ્રા ગામ,શાળાનું નામ રોશન કર્યું છે.ગામના આગેવાનો,શાળા પરિવારે દીકરી માહી રાવળને અભિનંદન પાઠવી પ્રદેશ કક્ષાએ અવ્વલ નંબર પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.જો કે આગળના વર્ષે પણ માહી રાવળે પ્રદેશ કક્ષામાં કથ્થક નૃત્યમાં છોટાઉદેપુર જીલ્લાનું પ્રતિનિધિત્વ કરી ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here