માનવસેવા ટ્રસ્ટ ભેસાવહી દ્વારા બોડેલી તાલુકાના અંતરિયાળ એવા ખાંડીયા કુવા ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગત તા – 24/09/2023,રવિવાર ના રોજ માનવસેવા ટ્રસ્ટ ભેંસાવહી દ્વારા બોડેલી તાલુકાના અંતરિયાળ ખાંડીયાકુવા ગામ માં સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો.આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી વિષ્ણુભાઈ કવાભાઈ રાઠવા,મંત્રીશ્રી ઉમેશભાઈ રાઠવા અને સૌ ટ્રસ્ટીઓ તેમજ ડૉ.ઉમેશભાઈ રાઠવા (એમ. ડી.ફિજીશિયન), ડૉ.પીંકેશભાઇ રાઠવા (એમડી. ફેફસા વિભાગ), ડૉ .જીતેન્દ્રભાઈ રાઠવા (ઓર્થો ઓરસંગ હોસ્પિટલ )ડૉ.વિપુલભાઈ રાઠવા (ગાયનેક સવિતા હોસ્પિટલ), ડૉ.રાકેશભાઇ રાઠવા (ઓર્થો સર્વોદય હોસ્પિટલ), ડૉ.સ્નેહલ ભાઈ રાઠવા (એમ.ડી.ફીજીશિયન- શ્રીજી હોસ્પિટલ), ડૉ.સંકેતભાઇ રાઠવા (એમ.ડી. ફિજીશિયન સર્વોદય હોસ્પિટલ) સહિતના ડોકટરશ્રીઓ હાજર રહીને 300 થી વધારે લોકોને નિદાન કરીને જરૂરી દવા,ગોળી સહિત ની સેવા આપી હતી તેમજ સહયોગ લેબોરેટરી દ્વારા 50 થી વધારે વિવિધ રીપોર્ટ નિશુલ્ક કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખાંડીયા કુવા ગામે માનવસેવા ટ્રસ્ટ ભેસાવહી દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો ત્યારે તેમાં ખાંડીયા કુવા ગામ તેમજ ગેડીયા ખડકલા પાલનપુર બારાવાડ નવાગામ હરખપુર અને છોટા નગર જેવા અંતરિયાળ ગામોના લોકો એ 300 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો માનવસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી પરસોત્તમભાઈ મગનભાઈ રાઠવા માજી સબ D,F,O ના નિવાસસ્થાન એ ખાંડીયા કુવા ગામે સર્વ રોગ નિદાન કેમ રાખવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here