બોડેલી ભાજપા કાર્યકરોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ગરીબ બાળકો સાથે કેક કાપી ઉજવણી કરી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ૧૭ સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના પનોતાપુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કાર્યકરોને સેવાકીય કાર્યો કરી કરવા અનુરોધ કરવામાં આવેલ હોય જે અંતર્ગત બોડેલી તાલુકા ભાજપાના કાર્યકરોએ અથવાલી ગામના ગરીબ બાળકો સાથે નરેન્દ્રભાઈ મોદીજીના નામ સાથેની કેક કાપી બાળકોને ચોકલેટ,બિસ્કિટ,ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યકરોએ સરકારી યોજના ઉજ્જ્વલા યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના,વૃદ્ધા પેન્શન યોજના,વિધવા પેન્શન યોજનાના લાભાર્થીઓનો સંપર્ક કરી વાર્તાલાપ કર્યો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના કારોબારી સભ્ય ઉષાબેન પટેલ,છોટાઉદેપુર જિલ્લા મીડિયા સેલ કન્વીનર પરિમલ પટેલ,મહિલા મોરચા મહામંત્રી જલ્પાબેન,મંત્રી યોગિનાબેન,રાજબોડેલી સરપંચ દિવ્યાબેન પટેલ,યુવા મોરચા મહામંત્રી કિરણસિંહ રાજપૂત સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here