બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન હેઠળ CRPF મહિલા બાઈકર્સની ટીમ ‘યશસ્વિની’ ની બાઈક યાત્રાનું એકતાનગરમાં સમાપન

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

CRPFની મહિલા બાઈકર્સની ટીમે ડેર ડેવિલ શો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા

૩ ઓકટોબરે કન્યાકુમારીથી શરૂ થઈ ૧૫ રાજ્યોને આવરી લઈ ૧૫૦ મહિલા બાઇકર્સની ટુકડી એકતાનગર પહોંચી હતી

કેન્દ્ર સરકાર દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત CRPFની ૬૦ મહિલા બાઈકર્સની ટીમ ‘યશસ્વિની’ દ્વારા સશક્તિકરણ, એકતા, સમાવેશકતાના સંદેશ સાથે તા.૩ ઓકટોબરે ૧૫૦ મહિલા બાઈકર્સ તામિલનાડુના કન્યાકુમારીથી નીકળી કેરાલા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશી સાપુતારા, સુરત થઈ નર્મદા જિલ્લામાં આવી પહોંચી હતી.

૨૮ દિવસની યાત્રામાં ૧૫ રાજ્યો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લઇ ત્રણ ટુકડીઓ સાથેની ૧૫૦ મહિલા બાઈકર્સ કુલ ૧૦ હજાર કિ.મીનું અંતર કાપ્યું હતું અને આજે એકતાનગરમાં આયોજિત એકતા પરેડ ખાતે સમાપન થયું હતું. જેમાં CRPFની મહિલા બાઈકર્સની ટીમેં ડેર ડેવિલ શો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. દેશને એક રાષ્ટ્ર બનાવનાર એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ નિમિત્તે ભાવાંજલિ પણ અર્પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here