ડભોઈ વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર અંબાવ અને ફરતી કુઈ ગામની વચમાં રોડ પર બાવળનો ઝાડ ધરાસઈ થતાં અકસ્માતનો ભય

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ વહેલી સવારે ડભોઇ વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર અંબાવ અને ફરતી કુઈની વચમાં એક બાવળનો ઝાડ ધરાશાય થતા વાહન ચાલકોમાં અકસ્માત નો ભય સેવાઈ રહ્યો છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ફોરલેન્ હોય ઓવરટેક કરતાં વાહન ચાલકો ધરાસઈ થયેલ ઝાડને લીધે ગૂંચવાયા હતા.
સાથે આજે રવિવાર હોય કેટલાક પર્યટકો અને કેટલાક પરિવારો વિકેન્ડ માણવા પોતાના પ્રાઇવેટ વાહનો તેમજ ટ્રાવેલ્સ લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવતા હોય છે.જેને લઈ અકસ્માત નો કોઈ અનિચ્છિય બનાવ ન બને એ પહેલા વહીવટી તંત્ર દ્વારા રોડ પર પડેલ ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરાય એજ સમયની માંગ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here