આવતીકાલે ગોધરા ખાતે ફાસ્ટટ્રેક ફુડ સુપરવાઇઝર ટ્રેનિંગ કેમ્પ યોજાશે…

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

આવતીકાલે ગોધરા સ્થિત જીઆઇડીસી એસોસિએશન હોલ ખાતે બપોરે ૨ વાગ્યે ગોધરા તાલુકામાં પાણીપીણીની વસ્તુઓનો વેપાર કરતા ફરસાણ તથા અન્ય વેપારીઓ માટે ફાસ્ટટ્રેક ફુડ સુપરવાઇઝર ટ્રેનિંગ કેમ્પ યોજાશે. જે ઇન્ડિયન ફૂડ સોલ્યુશન પેનલ પાર્ટનર દ્વારા તથા પંચમહાલ ફૂડ ડિપાર્ટમેન્ટના સહયોગથી આ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાશે. વેપારીઓ અને ગ્રાહકોમાં જાગૃતતા ફેલાય અને દરેક વ્યક્તિનું આરોગ્ય સચવાઈ રહે તે હેતુસર આ કાર્યક્રમ યોજાશે તેમ પંચમહાલ ફૂડ ડિપાર્ટમેન્ટ અધિકારીશ્રી એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here