સંદલીપુરા ગામે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી કાંતિભાઈ.કે.સોલંકીનો વિદાય સત્કાર સમારંભ યોજાયો

નડિયાદ,(આરીફ દિવાન) મોરબી

નડીઆદ તાલુકા મથકના સંદલીપુરા ગામે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી કાંતિભાઈ.કે.સોલંકીનો વિદાય સત્કાર સમારંભ યોજાયો તેમાં અતિથિ વિશેષ જિલ્લા શિક્ષણ સમિતિના હોદ્દેદારો તેમજ તાલુકા શિક્ષણ સંગ ના પદાધિકારીઓ અને આજુબાજુના નજીકના તાલુકા મથકના મુખ્ય શિક્ષકો તેમજ શિક્ષકગણ ની સાથે જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ગામના અગ્રણીઓ અને તમામ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સંદલીપુરા પ્રાથમિક શાળા માટે ભૂમિદાન કરનાર દાતા નું સન્માન કરવામાં આવ્યું હતું અને સંદલીપુરા મુસ્લિમ સમાજના ધર્મગુરૂ નું પણ શ્રી કાંતિભાઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત પ્રસંગ ની શરૂઆત બાળકો દ્વારા પ્રાર્થના કરી કરવામાં આવી હતી સાહેબ શ્રીની ઉમદા કાર્ય સેવાને સર્વે મહેમાનોએ બિરદાવી હતી અને કોરોના કાળ જેવા કપરા સમયમાં બાળકો સાથે સંપર્ક બનાવી શિક્ષણ માટે ઉપયોગી સાધના સામગ્રી પૂર્ણ કરી હતી રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભાના પ્રદેશ પ્રમુખ દ્વારા સાહેબની સેવાકીય પ્રવૃત્તિઓને બિરડાવવામાં આવી હતી સ્થાનિક સ્તરે તેમનો પ્રેમ અને સન્માન જોઈ ઉચ્ચ અધિકારીઓએ પણ તેની નોંધ લીધી હતી કોવિડ ૧૯ જેવી કપરી મહામારીમાં માસ્ક તેમજ સેનેટાઈજર ની સાથે હોમિયોપેથીક દવાઓ ના વિતરણ ની વ્યવસ્થા પણ આપ શ્રી દ્વારા કરવામાં આવી હતી પૂર્વ મુખ્ય શિક્ષિકાઓ એ પણ ઉપસ્થિત રહી પોતાનું બહુ મૂલ્ય યોગદાન આપ્યું હતું

ગ્રામજનોએ સાહેબશ્રીને સન્માન પત્રક અર્પણ કરી સાલ ઓઢાળી પુષ્પગૂંજ દ્વારા સન્માન કર્યું હતું અને સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે જ્યારે અમારી શાળામાં જિલ્લાના સર્વ શ્રેષ્ઠ શિક્ષક ફરજ બજાવતા હોય અને જેમને સંત શ્રી મોરારીબાપુ દ્વારા રાજ્ય કક્ષાના ચિત્રકૂટ એવોડથી સન્માનિત કરવામાં આવ્યા હોય એનાથી વિશેષ અમારા માટે ગર્વ સમાન બીજી કઈ વાત હોઈ શકે છે.

સુરુચિ ભોજન સાથે લઈ સત્કાર સમારંભનું સમાપન કરવામાં આવ્યું હતું…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here