પાવી જેતપુર તાલુકાની ચીમલી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 પ્રોગ્રામ યોજાયો

પાવીજેતપુર, (છોટાઉદેપુર) સકીલ બલોચ  :-

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023
જેતપુર પાવી તાલુકા આઈ.સી.ડી.એસ અધિકારી રેમતીબેન રાઠવાનાં અધ્યક્ષ સ્થાને તથા તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ રાઠવા,નર્મદા નિગમના રીટાયર્ડ કર્મચારી અમરસિંહ ભાઈ રાઠવા,લાયઝન અધિકારી કેસુરભાઈ રાઠવા,એસ.એમ.સી સભ્યો, ગ્રામપંચાયત સદસ્યો,વડીલો,
નવ યુવાનો,વાલીઓ અને ગ્રામજનો ની હાજરીમાં 12/06/2023 સોમવારે પ્રોગ્રામ યોજાયો.
જેમાં આંગણવાડીમાં 2, બાલવાટિકા માં 11 અને ધોરણ 1 માં 2 મળી 15 બાળકો નો શાળા પ્રવેશોત્સવ શૈક્ષણિક કીટ આપીને કરવામાં આવ્યો.
ધોરણ 3 થી 8 માં ગત શૈક્ષણિક વર્ષ માં એક થી ત્રણ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ને ગાણિતિક કીટ, સ્કેચપેન, કંપાસ બોક્ષ ના ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા.
તથા ગત વર્ષે શાળામાં 100% હાજરી ધરાવતા ધોરણ 1 થી 8 ના બાળકો ને ચોપડાના ઈનામો આપી વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા.
શાળા ની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું તથા પર્યાવરણ અને વૃક્ષારોપણ જાગૃતિ સંદર્ભે શાળા ના વિદ્યાર્થી સંજુભાઈ શૈલેષભાઈ રાઠવાએ પોતાના વિચારો રજૂ કર્યા.
કાર્યક્રમ ને અંતે શાળા નાં આચાર્ય દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કાર્યક્રમો શાળાની સમગ્ર સિદ્ધિઓ રજુ કરવામાં આવી અને ભવિષ્યના આયોજન થી ગ્રામજનો ને અવગત કરવામાં આવ્યાં.
મહેમાનો અને ગ્રામજનો દ્વારા શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here