પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે આવેલ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસમાં બેન્ક ઓફ બરોડા દ્વારા વિદ્યાર્થીઓમાં બેન્કિંગક્ષેત્રની વિવિધ સેવાઓ,યોજનાઓનો લાભ અને બેન્કિંગ અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

પાવીજેતપુર, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે આવેલ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસમાં બેન્ક ઓફ બરોડા કલારાણી શાખા દ્વારા કોલેજના વિદ્યાર્થીઓમાં બેન્કિંગક્ષેત્રની વિવિધ સેવાઓ,યોજનાઓનો લાભ અને બેન્કિંગ અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બેન્ક ઓફ બરોડા કલારાણી શાખાના અધિકારી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને બેન્કિંગ ક્ષેત્રે સરકારની વિવિધ સેવાઓ નવું જનધન ખાતું ખોલાવવું,ડિજિટલ લેવડદેવડ અંગેની એપ,વીમા સુરક્ષા,મેડીક્લેમ,રીકેરિંગ,ફિક્સ ડિપોઝીટ,કિસાન ક્રેડિટ કાર્ડ,વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન લોન,વેપારીઓ માટે મુદ્રા લોન સહિતની અનેક સેવાઓ બેન્ક શાખામાં ઉપલબ્ધ છે.કોલેજના વિદ્યાર્થીઓને બેન્કિંગ વ્યવહારો,ઓનલાઈન બેન્કિંગ,બેન્ક એકાઉન્ટમાં થતા ફ્રોડ,છેતરપીંડી કેવી રીતે અટકાવવા તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં કોલજના ડાયરેક્ટર શોભનાબેન રાઠવા,આચાર્ય,બેંક અધિકારીઓ,અધ્યાપકો સહીત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here