છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા શ્રી આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ….. ….જે અન્વયે શ્રી વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ ચોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત મળેલ કે તેજગઢ ગામેથી ચોરીમાં ગયેલ હિરો કંપનીની એચ.એફ ડિલક્ષ મોટર સાયકલ લેહવાંટ ફાટક પાસેથી છોટાઉદેપુર આવે છે તેવી બાતમી હકિકત આધારે રૂનવાડ ગામ પાસે વોચમાં હતા ત્યારે બાતમી મુજબની મો.સા આવતા તેઓને કોર્ડન કરી પકડી લઇ મો.સાની માલિકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી મો.સાના ચેચીસ તથા એન્જીન નંબર ઉપરથી ખાત્રી તપાસ કરતા છોટાઉદેપુર વિસ્તારમાંથી ચોરી કે છળકપટથી થયેલી હોવાનું જણાય આવેલ જેથી મો.સાના માલિકનો સંપર્ક કરતા તેઓની મો.સા ચોરી થયેલ હોવાનું જણાવેલ જે સંબંધે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૩૦૯૪૧/૨૦૨૩ ઇ.પી.કો.૩૭૯ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલાનું જણાય આવેલ હોય જેથી પકડાયેલ ઇસમોને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here