પાવીજેતપુર : કરાલી ગામે શ્રી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં લોકશાહી પદ્ધતિથી એલ.આર,જી.એસ અને ક્લાસ મોનિટરની ચૂંટણી યોજાઇ

પાવીજેતપુર, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પાવીજેતપુર તાલુકાના કરાલી ગામે આવેલ શ્રી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે હેતુથી લોકશાહી પદ્ધતિથી એલ.આર,જી.એસ અને ક્લાસ મોનિટરની ચૂંટણી યોજાઇ હતી.જેમાં શાળાના ધોરણ ૯ અને ૧૦ના કુલ ૫૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં જી.એસ ના ઉમેદવાર તરીકે રાઠવા હેમરાજ અમિતભાઇ,ઓડ વિશ્વાસકુમાર દશરથભાઈ,એલ.આર તરીકે રાઠવા ભાગ્યશ્રીબેન નરેશભાઈ,તડવી વિલાસબેન સુભાષભાઈ,મોનિટર માટે રાઠવા જયરાજ્ભાઇ નિતેશભાઈ,અસ્મિતાબેન સુરેશભાઈ રાઠવા,વણકર પ્રદ્યુમ કમલેશભાઈ,કોલીઢોર ગૌતમ જયેશભાઈએ ઉમેદવારી નોંધાવી હતી.વિદ્યાર્થીઓ ઘ્વારા એક વર્ગ ખંડમાં મત આપવાની ગુપ્ત જગ્યાએ એક ચબરખીમાં ઉમેદવારનું નામ લખીને મતપેટીમાં નાખવામાં આવી હતી.મતદાન કરેલ વિદ્યાર્થીઓને આંગળી પર શાહીનું ટપકું કરી રંગવામાં આવ્યું હતું.મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી કરવામાં આવતા જી.એસ તરીકે રાઠવા હેમરાજ અમિતભાઇ, એલ.આર તરીકે રાઠવા ભાગ્યશ્રી નરેશભાઈ,મોનિટરમાં રાઠવા જયરાજ્ભાઇ નિતેશભાઈ અને કોલીઢોર ગૌતમ જયેશભાઈનો વિજય થયો હતો.શાળાના આચાર્ય વિપુલભાઈ રાઠવાએ વિજેતા પામેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.આ લોકશાહીના પર્વનું આયોજન શાળાના શિક્ષક ફાલ્ગુનીબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું.અંતમાં તમામ વિદ્યાર્થીઓએ સાથે તિથિભોજન લીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here